ભરૂચ જિલ્લામાં આજરોજ કોંગ્રેસ દ્વારા પરિવર્તન સંકલ્પ યાત્રા નીકળી હતી. જંબુસર ખાતે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓની હાજરીમાં આ યાત્રાનો પ્રારંભ તો થયો પરંતુ આમોદ આવતા આવતા યાત્રાને જાણે કે આંતરિક યુદ્ધનો સામનો કરવો પડયો હતો. એક ચર્ચા મુજબ આમોદ પાસે યાત્રાના રૂટને લઇને કોંગ્રેસના જ બે નેતાઓના જૂથ બાખડી પડયા હતા.
જો યાત્રા આ રૂટ પરથી ગઈ તો કોઈ નહિ આવે અને યાત્રા તો અહિયાં થઇને જ જશે જેવી બાબતો સાથે બાખડી પડેલા કોંગ્રેસના જ બે જૂથના કેટલાક કાર્યકરોએ આજે કોંગ્રેસમાં આંતરિક મતભેદ કેટલી હદે અને કઈ હદે છે તે અંગેના પુરાવા જાહેર રસ્તા ઉપર કરાવી દીધા હતા.
એક સમય હતો કે કોંગ્રેસના નેતા મર્હુમ અહેમદ પટેલ જાહેર સભાઓમાં બોલતા હતા કે કોંગ્રેસને કોંગ્રેસીઓ જ હરાવે છે, અને એવી બાબતોને હવે વિધાનસભા ૨૦૨૨ ની ચૂંટણીઓમાં ભરૂચ ખાતેની આ યાત્રામાં થયેલ આંતરિક ઘમાસાણ બાદથી જોઈ શકાય છે, તો બીજી તરફ વાયુવેગે પ્રેસરેલા કોંગ્રેસના આંતરિક મતભેદના સમાચારો બાદથી કોંગ્રેસ વિરોધી પક્ષો પણ અંદરો અંદર ગેલમાં હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744