ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામમાં વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ તારીખ 4 થી 9 નવેમ્બર દરમિયાન કારતકી પુર્ણિમા એટલે કે દેવ દિવાળીનો મેળો ભરાશે. શુકલતીર્થ ગામમાં મેળાની તૈયારીઓ શરૂ કરી દેવાય છે. ભરૂચમાં નર્મદા તટે વસેલા શુકલતીર્થ ગામમાં જેના નામ પરથી શુકલતીર્થ નામ પડયું તે શુકલેશ્વર મહાદેવનું તથા સફેદ રેતીમાંથી બનેલ ભગવાન વિષ્ણુના દર્શનનું મહત્વ શાસ્ત્રોમાં વર્ણવાયેલું છે.
અહિં ભરાતા પૌરાણિક મેળામાં ભારતભરના ખુણે ખુણેથી લાખોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે અને નર્મદામાં સ્નાન કરી ભગવાન વિષ્ણુના દર્શન કરી પાવન થાય છે. તારીખ 4 થી 9 નવેમ્બર સુધી ભરાનારા મેળાની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. આ મેળામાં જવા માટે ભરૂચથી વધારાની બસો દોડાવવામાં આવે છે. શ્રધ્ધાળુઓ શુકલેશ્વર મહાદેવના દર્શનની સાથે નર્મદા સ્નાનનો લાભ લેતાં હોય છે. ગ્રામ પંચાયત તરફથી વેપારીઓને સ્ટોલની ફાળવણી કરવામાં આવી રહી છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744