Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ – અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ તૂટી પડતા રેલ વ્યવહાર ખોરવાયો.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ગત મોડી સાંજે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવે વિભાગનો ઓવરહેડ કેબલ અચાનક તૂટી પડતા રેલ વ્યવહાર ઉપર તેની સીધી અસર પડી હતી, જે બાદ પશ્ચિમ રેલ્વે વડોદરા વિભાગ દ્વારા સમારકામ શરૂ કરાયું હતું.

12989 દાદર-અજમેર એક્સપ્રેસના ગાર્ડે આ ઘટનાની માહિતી આપતા ટેક્નિકલ ટીમ તાબડતોબ એક્શનમાં આવી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી, તેમજ અંકલેશ્વર-ભરૂચ સેક્શન વચ્ચે ઓવરહેડ વાયર (OHE) નું રીપેરીંગ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. મોડી સાંજે 19.58 કલાક આસપાસ તૂટી પડેલ ઓવરહેડ વાયરના રીપેરીંગ માટે ત્રણ કલાક સુધી ટેક્નિકલ ટીમે જહેમત ઉઠાવી હતી, જે બાદ રીપેરીંગ કાર્ય પૂર્ણ થતાં રેલ વ્યવહાર રાબેતા મુજબ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

મહત્વની બાબત છે ઓવરહેડ કેબલ વાયર તૂટવાના કારણે ટ્રેન નંબર 82901 મુંબઈ-અમદાવાદ તેજસ એક્સપ્રેસને ભરૂચ ખાતે રોકાઈ હતી, જ્યાં કેટલાક સમય માટે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે થોડા વખતો પહેલા પણ આજ રીતે ભરૂચ-અંકલેશ્વર વચ્ચે રેલવેનો ઓવરહેડ કેબલ વાયર તૂટવાને પગલે અનેક ટ્રેનો લેટ થઇ હતી, ત્યારે અવારનવાર સર્જાઇ રહેલ ઘટનાઓ બાદ રેલવે વિભાગે પણ આ રૂટ ઉપર ચોક્કસ નિરાકરણ રૂપી દેખરેખ અથવા રીપેરીંગ કાર્યનું સતત મોનીટરીંગ કરવું તે જરૂરી જણાઈ રહ્યું છે.

Advertisement

હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ : રાજપારડી વિજ કંપનીમાં વિદાય લેતા ઇજનેરને વિદાયમાન તથા નવા ઇજનેરને આવકાર અપાયો.

ProudOfGujarat

લઠ્ઠાકાંડ મામલે મોટો ખુલાસો – પોલીસ તપાસમાં આવી આ મોટી હકીકત સામે, ડીજીપીએ જાણો શું કહ્યું.

ProudOfGujarat

વડોદરાના લીલોરા ગામમાં માતા સાથે સુઈ રહેલ 6 દિવસનું બાળક થયું ગુમ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!