Proud of Gujarat
GujaratFeaturedINDIA

૧૨૦ કરોડની ભરૂચ સીવીલ હોસ્પિટલનો માત્ર ૧ રૂપિયામાં સોદો…વડોદરાની ખાનગી ક્રિષ્ના એજ્યુકેશનલ ફાઉન્ડેશન અને પછી રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઇવેટ લિમિટેડ સાથે સરકારે ૩૩ વર્ષનો ભાડા કરાર કર્યાે..જાણો વધુ…

Share

સૌજન્ય સંદેશ। ભરૃચ ।ભરૃચમાં મેડિકલ કોલેજ સ્થાપવાના થોડા સમય પહેલા દેખાડવામાં આવેલા સપનાને પૂર્ણ કરવામાં થઈ રહેલા વિલંબ વચ્ચે શહેરના મધ્યમાં આવેલી અને સોનાના લગડી જેવી ગણાતી ભરૃચ સિવિલ હોસ્પિટલની ૨૮.૯૬ એકર જમીનને રાજય સરકારે વડોદરાની ખાનગી શૈક્ષણિક કંપનીને સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજ બનાવવા માટે માત્ર ૧ રૃપિયાના ર્વાિષક ટોકન પેટે ૩૩ વર્ષના ભાડા કરારથી આપી દેવામાં આવી હોવાની ચોંકાવનારી વિગતો  મળી રહી છે. મેડિકલ કોલેજ બનાવવા માટે અને સિવિલ હોસ્પિટલના હાલના સંપૂર્ણ તંત્રને ચલાવવા માટે રાજય સરકાર દ્વારા સૌપ્રથમ વડોદરાની ક્રિષ્ના એજ્યુકેશનલ ફાઉન્ડેશનને રજિસ્ટર્ડ લીઝ ડીડ કરી આપ્યા બાદ રહસ્યમય સંજોગોમાં રાજ્ય સરકારે ક્રિષ્ના એજ્યુકેશનલ ફાઉન્ડેશનના માલિકોની જ અન્ય કંપની રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડને રજિસ્ટર્ડ લીઝ ડીડ કરી આપતાં સમગ્ર પ્રકરણ શંકાના દાયરામાં આવી ગયું છે.

Advertisement

ઔદ્યોગિક અને આર્િથક રીતે સમૃદ્ધ ગણાતા ભરૃચ જિલ્લામાં અવનવા પ્રોજેક્ટ કરવા માટે કોર્પોરેટ જગત આર્કિષત થઈ રહ્યુ છે ત્યારે સરકારી તંત્ર અને રાજય સરકારની મિલીભગતમાં મોટા મોટા કૌભાંડોનો પણ અવકાશ વધી રહ્યો છે. તાજેતરમાં ભરૃચમાં મેડિકલ કોલેજ સ્થાપવામાં આવશે તેવી રાજકીય જાહેરાત કરી ધારાસભ્ય સહિતનાઓએ વિકાસના નામે ભરૃચ જિલ્લાની જનતાની વાહવાહી મેળવવાના પ્રયાસો કર્યા હતા અલબત્ત ભરૃચમાં મેડિકલ કોલેજ શરૃ કરવાના દેખાડવામાં આવેલા સ્વપ્નને સાકાર કરતી કોઈ પણ ગતિવિધિ પ્રજા સમક્ષ દેખાઈ રહી નથી. આ જ બાબતની તપાસ કરવાની અને મેડિકલ કોલેજની સચ્ચાઈને પ્રજા સામે મૂકવા માટે સંદેશ દ્વારા પ્રયત્ન કરવામાં આવતા ચોંકાવનારી બાબતો પ્રકાશમાં આવી છે.

ભરૃચ જિલ્લાની મોટાભાગની પ્રજાને આ બાબતની ગંધ પણ આવી નહી હોય તેવા સંજોગોમાં ૬ જુલાઈ ૨૦૧૭ ના રોજ ભરૃચ શહેરના હાર્દસમા વિસ્તારમાં આવેલી ભરૃચ સિવિલ હોસ્પિટલની ૨૮.૯૬ એકર એટલે કે ૧૨.૬૦ લાખ સ્કેવર ફૂટ સોનાની લગડી સમાન જમીન કે જેની હાલની બજાર કિંમત અંદાજિત ૧૨૦ કરોડ રૃપિયા જેટલી થાય તેને રાજય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સુચનાથી માત્ર ૧ રૃપિયાના ર્વાિષક ટોકન ભાડાથી વડોદરાની ખાનગી શૈક્ષણિક સંસ્થા ક્રિષ્ના એજ્યુકેશનલ ફાઉન્ડેશનને રજિસ્ટર્ડ લીઝ ડીડ કરી ૩૩ વર્ષ માટે ફાળવી દેવામાં આવી હતી.

આ લીઝ ડીડ ભરૃચના સિવિલ હોસ્પિટલના ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર કમ સિવિલ સર્જન ભાનુપ્રસાદ ઓદીચ્યે ક્રિષ્ના એજ્યુકેશનલ ફાઉન્ડેશનના મેનેજિંગ ડિરેક્ટર જગદીશ ડી. પટેલને કરી આપી હતી. ત્યારબાદ કોઈક રહસ્યમય સંજોગોમાં લીઝ ડીડ બદલાતાં ગત તા.૨૬ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ રાજ્ય સરકારની સૂચનાથી ભરૃચ સિવિલ હોસ્પિટલના ચીફ ડિસ્ટ્રિક્ટ મેડિકલ ઓફિસર કમ સિવિલ સર્જનનો ચાર્જ સંભાળતા આર.એમ.ઓ. ડો.સુરેન્દ્ર રામજીભાઈ પટેલ દ્વારા ક્રિષ્ના એજયુકેશનલ ફાઉન્ડેશનને કર્ન્ફિંમગ પાર્ટી બનાવી આજ કંપનીના માલિકોની અન્ય એક કંપની રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર જગદીશ ઔડી. પટેલને લીઝ ડીડ કરી આપવામાં આવી હતી.

બ્રાઉન ફીલ્ડ મેડિકલ કોલેજ માટે ક્રિષ્ના ફાઉ.ની પસંદગી

રાજય સરકાર દ્વારા રાજયના વિવિધ જિલ્લાઓમાં હોસ્પિટલોને અપગ્રેડ કરી નવી સ્વનિર્ભર (બ્રાઉનફીલ્ડ) મેડીકલ કોલેજો શરૃ કરવા જાહેરાત આપી હતી. જેના આધારે બનાવવામાં આવેલી સમિતિ દ્વારા ગત તા.૪ જુલાઈ ર૦૧૭ ના રોજ વડોદરાની ક્રિષ્ના એજયુકેશનલ ફાઉન્ડેશનની ભરૃચ સિવિલમાં સ્વનિર્ભર મેડીકલ કોલેજ શરૃ કરવા પસંદગી કરી હતી અને માત્ર ૧ રૃપિયાના ટોકન ભાડે ભરૃચ સિવિલની જમીન અને તેના પર હાલમાં ઉપસ્થિત ઈન્ફ્રાસ્ટ્રકચરને આપી દેવા માટેનો હુકમ ગુજરાતના રાજયપાલના હુકમથી સંયુકત સચિવ વી.જી.વણઝારા દ્વારા કરવામાં આવ્યો હતો.

૫ મહિનામાં સરકારને બીજો ભાડા કરાર કરવો પડયો!

ભરૃચમાં સ્વનિર્ભર(બ્રાઉન ફીલ્ડ) મેડીકલ કોલેજ સ્થાપવા માટે વડોદરાની ક્રિષ્ના એજયુકેશનલ ફાઉન્ડેશનની પસંદગી કરવામાં આવ્યા બાદ ૧૨૦ કરોડની જમીનને ક્રિષ્ના એજયુકેશનલ ફાઉન્ડેશનને રજીસ્ટર્ડ લીઝ ડીડ કર્યા બાદ માત્ર પાંચ મહિનામાં જ રહસ્યમય સંજોગોમાં આ કરાર રદ કરી તેને કન્ફર્મીંગ પાર્ટી બનાવી. આજ કંપનીના માલિકોની અન્ય કંપની રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લીમીટેડના નામે ૨૬ ડિસેમ્બર ર૦૧૭ ના રોજ ફરીથી ૧ રૃપિયા ટોકન ભાડાનો રજીસ્ટર્ડ લીઝ ડીડ ભરૃચ સબ રજીસ્ટ્રાર કચેરી ખાતે કરવામાં આવ્યો હોવાની માહિતી મળી રહી છે. રાજ્ય સરકારના આદેશથી અમે આ કરાર કર્યો છે

ભરૃચ સિવિલની કરોડો રૃપિયાની જમીનને માત્ર ૧ રૃપિયાના ટોકનથી પ્રથમ વખત લીઝ ડીડ કરી આપનાર સિવિલ સર્જન ભાનુપ્રસાદ ઓદીચ્ય અને ત્યારબાદ રૃદ્રાક્ષના નામે લીઝ ડીડ કરી આપનાર ઈન્ચાર્જ સિવિલ સર્જન આર.એમ.ઓ. ડો.સુરેન્દ્ર પટેલે સંદેશ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, રાજય સરકારના આદેશના પગલે તેઓએ લીઝ ડીડ કરી આપી છે અને મેડીકલ કોલેજ કયારે શરૃ થશે અને તેની કામગીરી કયા સ્ટેજ પર છે તેની કોઈ જાણકારી તેમને ન હોવાનું જણાવ્યુ હતુ. ક્રિષ્ના અને રૃદ્રાક્ષ બંને કંપનીના એક જ માલિકો

રાજય સરકારે ભરૃચમાં સિવિલના કેમ્પસને માત્ર ૧ રૃપિયાના ટોકન ભાડે જેને કરોડો રૃપિયાની જમીન સોંપી છે તેવી વડોદરાની ક્રિષ્ના એજયુકેશનલ ફાઉન્ડેશન અને રૃદ્રાક્ષ એકેડેમી પ્રાઈવેટ લીમીટેડના બોર્ડ ઓફ ડીરેકટર એક સરખા અને એક જ પરિવારના હોવાનું જાણવા મળી રહ્યુ છે. આ બંન્ને કપંનીના મેનેજીંગ ડીરેકટર જગદીશ ડી.પટેલ તથા ચેરમેન તરીકે તેમના પુત્ર ધ્રુવ પટેલ, ડીરેકટર તરીકે કમલાબેન જગદીશ પટેલ અને ક્રિષ્ના જગદીશ પટેલ હોવાનું જાણવા મળે છે…


Share

Related posts

ભરૂચ – અંકલેશ્વર શહેર ટ્રાફિક સ્કોડ દ્વારા વાહનો ટોઇંગ કામગીરી હાથ ધરાઇ.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં લોકડાઉન 3 નો અમલ કરવા જિલ્લા કલેકટરે જાહેરનામું બહાર પાડયું.

ProudOfGujarat

પગપાળા સંઘને ભરૂચ નજીક અકસ્માત નડ્યો,એક નું મોત ત્રણ ઘાયલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!