Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં સરનાર ગામ ખાતે લટકતા જીઈબી ના જીવંત વાયરો બન્યા જોખમી, વીજ કરંટ લાગતા એક વ્યક્તિ દાઝયો.

Share

ભરૂચ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં જીવંત વીજ વાયરો જમીન સુધી ઉતરી આવ્યા હોવાની અવારનવાર ફરિયાદો સામે આવતી હોય છે, તેવામાં ભરૂચ તાલુકાના સરનાર ગામ ખાતે જીવંત વીજ વાયર જમીન સુધી ઉતરી આવતા લોકોના જીવને જોખમ ઉભું થયું છે, સાથે સાથે વીજ વાયરને અડી જતા એક યુવાન ગંભીર રીતે દાઝી જતા તેને સારવાર લેવાની નોબત આવી છે.

સ્થાનિકોને જણાવ્યા મુજબ છેલ્લા ઘણા સમયથી તેઓના ગામમાં આ પ્રકારે વીજ કંપનીના જીવંત વાયરો જમીન સુધી લબરી પડ્યા છે જેને લઇ નાના બાળકોથી લઇ સ્થાનિક લોકો અને પશુ ધન માટે પણ આ વિસ્તારમાં જોખમી રીતે લટકતા વાયરનો જોખમ ઉભું થયું છે, સ્થાનિક લોકોએ મામલે અવારનવાર રજૂઆત કરવા છતાં પણ નિંદ્રામાં રહેલું વીજ કંપની દ્વારા મામલે યોગ્ય ધ્યાન ન આપતા આખરે એક વ્યક્તિને કરંટ લાગતા દાઝી જવા પામ્યો છે.

Advertisement

સરનાર ગામમાં આ પ્રકારે જોખમી રીતે લટકતા વીજ વાયરોને જો વહેલી તકે રીપેરીંગ કરીને યોગ્ય સમારકામ નહિ કરવામાં આવે તો સ્થાનિક લોકોએ જીઈબી તંત્ર સામે આંદોલનની પણ ચીમકી ઉચ્ચારી છે, મહત્વની બાબત છે કે આ પ્રકારે ગ્રામ્ય વિસ્તારોમાં વીજ કંપનીના વાયરો લટકી રહ્યા હોવાની અનેક બાબતો સામે આવતી હોય છે તેવામાં જીઈબી વિભાગના તંત્રએ પણ યોગ્ય સમયે આ વીજ વાયરોનું સર્વે કરાવી તેને સલામતી રીતે કરવું અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રાજ્યમાં ઘરફોડ ચોરીના ચડ્ડી બનિયાનધારી ગેંગના 12 આરોપીને દબોચ્યા, મોડાસા તાલુકાનો ગુનો ઉકેલાયો

ProudOfGujarat

ભરૂચનાં નંદેલાવ ઓવરબ્રિજ પર મસમોટા ખાડાનાં કારણે ટ્રાફિકજામ સર્જાયો.

ProudOfGujarat

નડિયાદમાં બંગાળી સમાજ દ્વારા દુર્ગાપૂજા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!