ભરૂચ ગોલ્ડન બ્રિજ , જંબુસર ચોકડી અને ગડખોલ પાટિયા ઓવરબ્રિજની નીચે રસ્તાઓની જવાબદારી જે તે કોન્ટ્રાકટરો ની છે , પોલીટીશીઅનો અને અધિકારીઓ કેમ કઈ કહેતા નથી !!!!!
રોજ ની થોકબંધ ગાળો અને નિસાસા આ ત્રણેય બ્રિજ ની નીચે થી પસાર થતો રાહદારીઓ, વાહન ચાલકો મનોમન આપે છે ….. એક એક ફૂટ ના ખાડાઓની વણઝારમાં જયારે સ્કૂટર કે કારની સાથે ચાલકો પણ 90 ડિગ્રી ડોલમ ડોલ થાય છે ત્યારે અપશબ્દોની ભરમાર સીધા સાદા માણસના મોં માંથી પણ નીકળી જાય છે. વરસાદ ના આગમન બાદ આ દર વર્ષની સમસ્યા હોવા છતાંય પી.ડબલ્યૂ.ડી તંત્ર, નગરપાલિકા કે જિલ્લા પંચાયત તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં સુતેલું છે. મને એમ વિચાર આવે કે … આ જ માર્ગો પરથી આપણા રાજકીય નેતાઓ, જેની આ રસ્તાઓ ને જાળવવાની જવાબદારી છે તે તંત્ર ના અધિકારીઓ , સત્તાધારી અને વિપક્ષના નેતા ઓ કે જેઓ પણ આ જ રસ્તેથી પસાર થતા હોવા છતાં મૌન કેમ ધારણ કરી રાખે છે ??????
ત્રણેય બ્રિજ પૈકી બે, ગોલ્ડન બ્રિજ અને ગડખોલ પાટિયાના બ્રિજ નું કામ રડતું રડતું વર્ષો થી ચાલે છે , આ કામ સમય મર્યાદામાં પૂરું નથી કર્યું તે માટે પ્રજા શું કામ તકલીફો ભોગવે ?? બ્રિજ જ્યાં સુધી કાર્યરત નહીં થાય ત્યાં સુધી બ્રિજની નીચે બંને તરફના રસ્તાઓને સારી હાલતમાં તૈયાર કરી ને જાળવવાની જવાબદારી જે તે કોન્ટ્રાકટરની છે, શું આ કોન્ટ્રાકટરોને કોઈ બોલાવીને ખખડાવી નથી શકતું ??? આ કોન્ટ્રાકટરો ની શરમ શા માટે આ નેતાઓ અને અધિકારીઓ ભરે છે !!!!!.
પ્રજા અકસ્માતનો ભોગ બને, કમર અને શરીરના અનેક અવયવોના દુખાવાનો ભોગ બને , રસ્તાઓની ખસ્તા હાલતને કારણે પારાવાર પેટ્રોલ , ડીઝલ ઇંધણનો વ્યય કરે અને સાથે માનસિક યાતના ભોગવે તે પ્રજાની કોઈ વેલ્યુ જ નહીં અને પેલો એક કોન્ટ્રાકટર કે એક કંપની પોતાની મનમાની કરી સરકારી નિયમોની ઐસી તૈસી કરે …પ્રોજેક્ટોને લંબાવે….તેની જવાબદારીમાંથી કોઈ બીક વગર છટકે અને તેનો કોઈ વાળ વાંકો ના કરી શકે …એ તો ગજબ જ કહેવાય…. આ તે કેવી લોકશાહી…..
આખાયે વિશ્વમાં ઔદ્યોગિક દ્રષ્ટિએ વિકસતા ભરૂચની વાતો થાય તો સામે આવી નરક જેવી સ્થિતનું ભરૂચ કોઈ જુવે તો તેણે કલ્પેલા ભરૂચ નો ભ્રમ ભાંગી જાય. જંબુસર ચોકડીને ચારેય દિશાઓની જે દશા છે … આ…હા…હા… ઓહ માય ગોડ નીકળી જાય……….પ્રજા પૂછવા માંગે છે કે ….જંબુસર ચોકડી પર બનેલા ફોરલેન બ્રિજના બે વર્ષ માં જ થીંગડા દેખાવા માંડ્યા શું action લીધા !!!!! …… બ્રિજની નીચે એક 200 – 400 મીટર નો રસ્તો બનાવી શકાતો નથી ???? દેશના રાષ્ટ્રપતિ , વડાપ્રધાન કે મુખ્યમંત્રી આવવાના હોય તો 24 કલાકમાં .. અશક્ય ને શક્ય બનાવી દેનાર તંત્ર …. પ્રજાની અગવડોને કેમ અવગણે છે ???
હું એવું માનું છું કે આના મૂળમાં પ્રજાની ઉદાસીનતા પણ એટલી જ જવાબદાર છે , ખાડાઓમાં આખાયે ઊંધાને ચત્તા થઈએ છે ત્યારે…..મોઢામાં થી નીકળતા ભારેખમ ભાગ્યે જ વપરાતા શબ્દો ની હારમાળાઓનો હાર જો એક ફોન ડાયલ કરી ને આપણા નેતા કે અધિકારીઓને પહેરાવો તો તેમને જવાબદારીનું ભાન થાય , તંત્રને સંવેદનશીલ બનાવવા પ્રજાએ સંવેદનશીલ બનવું પડે અને જો લાલ આંખ નહિ બતાવિશુ તો વર્ષો થી સહન કરતા આવ્યા છે તેમ ચાલતું જ રહેશે..
દરેક નડતા પ્રશ્નો અંગે માત્ર મનોમન ગાળો આપીને નહિ પણ જેમની જવાબદારી છે તેમને પણ થોડા કટુ શબ્દોના વેણથી નવાજવા પડશે .આવા એક નહિ અનેક નાગરિકો જયારે તેમની વ્યથા ઠાલવશે ત્યારે તેમનો છૂટકો જ નથી………..પરિણામ આપવું જ પડશે કારણ કે નેતા અને તંત્ર આખરે તો પ્રજા પર જ નિર્ભર છે. ચાલો સહુ જાગીયે અને જગાડીયે આપણી સુખાકારી માટે……..///