Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : કસક વિસ્તારમાં આવેલ આંનદ કોમ્પલેક્ષની એક ઓફિસમાં આગ લાગતા દોડધામ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરના કસક વિસ્તારમાં આવેલ આનંદ કોમ્પલેક્ષની વિહિતા કેમ ઓફિસમાં ગત રાત્રીના સમયે અચાનક ધુમાડા નીકળ્યા બાદ આગ ફાટી નીકળતા એક સમયે ભારે દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. ઓફીસમાં લાગેલ આગના પગલે તાત્કાલિક ઉપસ્થિત લોકોએ ભરૂચ નગરપાલિકા ફાયર સ્ટેશનમાં જાણ કરતા ફાયર ફાયટર ઘટના સ્થળે પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લીધી હતી.

રાત્રીના સમયે ઓફીસમાં આ આગ શોટસર્કિટના પગલે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે સમગ્ર ઘટના ક્રમમાં સદનસીબે કોઈ જાનહાની ન થતા ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો, જોકે ઓફિસમાં રહેલ વસ્તુઓને આગના પગલે નુકશાની થઇ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

નડિયાદમાં વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડાના અધ્યક્ષસ્થાને જનમંચ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

અંકલેશ્વર : ગડખોલ પાટિયા નજીક જલારામ મંદિર ખાતે સાઈ યુવક મંડળ દ્વારા જન્માષ્ટમીની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

નર્મદા ધારીખેડા સુગરમાં 25 વર્ષ પૂર્ણ કરનાર ઘનશ્યામભાઈ પટેલનું સન્માન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!