Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વેસદડા ગામના 250 થી વધુ લોકોએ કોંગ્રેસ સાથે છેડો ફાડી કેસરિયો ધારણ કર્યો.

Share

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ વાગરા વિધાનસભામાં કેસરિયો રંગ વધુ ઘેરો બનતો જાય છે. એક વખતના ચુસ્ત કોંગ્રેસી ગામોનો ઝોક ભાજપ તરફ વધતો જાય છે. ગુરુવારના રોજ વધુ એક ગામ વેસદડાના ગ્રામજનોએ પણ થાકી હારીને કોંગ્રેસને બાય બાય કરી ભાજપનો ખેસ પહેર્યો હતો.

એક તરફ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું વાતાવરણ બનતું જાય છે. બીજી બાજુ રાજકીય પાર્ટીઓનો ચૂંટણીલક્ષી ધમધમાટ વધતો જાય છે. ચૂંટણીની જાહેરાત પહેલા જ સંભવિત ઉમેદવારોએ લોકો સુધી પહોંચવા મેરેથોન દોડ લગાવી છે. આવા સમયમાં ધારાસભ્ય અરુણસિંહ રણાની વિકાસની કામગીરીને લઈ એક સમયના ચુસ્ત કોંગ્રેસી ગામો પણ ભાજપમાં જોડાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં જિલ્લા કોંગ્રેસના આગલી હરોળના આગેવાનો કોંગ્રેસ છોડી ભાજપમાં આવી ચુક્યા છે. હવે ચુસ્ત કોંગ્રેસી ગામો ભાજપને સમર્થન આપી રહ્યા છે. જેમાં વધુ એક વેસદડાં ગામનો પણ સમાવેશ થયો છે.

વેસદડાં ગામના 250 થી વધુ લોકોએ કોંગ્રેસને બાય બાય કરી ભાજપ સાથે જોડાયા છે. વેસદ ગામના સીરાજ અલી, સૌક્ત અબ્દુલ, ઇરફાન અહમદ તથા લિમજી વસાવા સહિત 50 જેટલા આગેવાનો ભરૂચ ડિસ્ટ્રિક્ટ કો.ઓ.બેન્ક ખાતે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા. ધારાસભ્ય અરુણસિંહ રણાએ તમામ આગેવાનોને ખેસ પહેરાવી ભાજપમાં આવકારી સાય સાથે મળી વિકાસના કર્યો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

Advertisement

ઉલ્લેખનીય છે કે એક સમયે વાગરા બેઠક કોંગ્રેસની પોકેટ બેઠક ગણાતી હતી. જોકે અરુણસિંહ રણા ભાજપમાંથી ચૂંટાયા બાદ તેમની કાર્ય શૈલીના કારણે હવે આ બેઠક પર ભાજપનો દબદબો ઉભો થયો છે. એક પછી એક વરિષ્ઠ આગેવાનો અને આખેઆખા ગામો ભાજપમાં જોડાતા કોંગ્રેસ હાંસિયામાં ધકેલાઈ ગઈ છે. આવા સંજોગોમાં વધુ કેટલાક ગામો ભાજપના સમર્થક બનતા વાગરા વિધાનસભા બેઠક પર કોંગ્રેસે પોતાનું વજૂદ ગુમાવ્યું હોય તેમ લાગી રહ્યુ છે. જે આવનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ માટે ખતરા રૂપ બને તેવી શક્યતાઓ છે.

હારુન પટેલ : ભરૂચ


Share

Related posts

રાજકોટ : આધેડને હનીટ્રેપમાં ફસાવી લગ્નની લાલચે રૂપિયા પડાવનાર બે યુવતિ સહિત ત્રણ ઝડપાયા

ProudOfGujarat

સુરત: ગજાનંદ મૂષક રાજ પર નહીં: પણ કોરોના વેકસીન પર સવાર થઇને આવશે

ProudOfGujarat

ઝઘડીયા જીઆઇડીસીમાં ધંધાકીય હરિફાઇની રીસ રાખીને મશીનરી અને સાધનો તોડી નાંખ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!