આગામી વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપા દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આજરોજ ભરૂચ જિલ્લાની અંકલેશ્વર અને ભરૂચ વિધાનસભા માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપા તરફથી કોણ ઉમેદવાર હોઈ શકે તે માટે નિરીક્ષકો દ્વારા સેન્સ લેવામાં આવી રહી છે. ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો માટે આજથી આ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ભરૂચ જિલ્લામાં નિરીક્ષક તરીકે ભાજપાના ભુપેન્દ્રસિંહ ચુડાસમા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, અને નિમીષાબહેન સુથારની નિમણુંક કરવામાં આવી છે. આજરોજ ભુપેન્દ્રસિંહ હાજર રહ્યા ન હતા. જયારે અન્ય બે નિરીક્ષકો દ્વારા પહેલા અંકલેશ્વર અને ત્યારબાદ ભરૂચ માટેના મંતવ્યો જાણવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
રાજપૂત છાત્રાલય ખાતે યોજાયેલ આ પ્રક્રિયામાં સંગઠનના સભ્યો, ચૂંટાયેલા સભ્યો તેમજ દાવેદારોને સાંભળવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. BJP નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાની પ્રક્રિયામાં અંકલેશ્વર વિધાનસભા માટે મુખ્ય વર્તમાન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ સહિતના અગ્રણીઓએ દાવેદારી નોંધાવી હતી.
જ્યારે બપોર બાદ ભરૂચ વિધાનસભા બેઠક માટે દાવેદારીમાં વર્તમાન ધારાસભ્ય અને ઉપમુખ્ય દંડક દુષ્યંત પટેલ સહિત સાત જેટલા ઉમેદવારોએ પોતાની દાવેદારી નોંધાવી હતી.
જોકે ભરૂચ અને અંકલેશ્વરના વર્તમાન ધારાસભ્ય પૈકી અંકલેશ્વરના ઈશ્વર પટેલની ચાર ટર્મથી ચૂંટાઈ રહ્યા છે. જ્યારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની આ ત્રીજી ટર્મ ચાલી રહી છે. હવે નો રિપીટ થિયરી કે સીટીંગ MLA ને જ ફરીથી ચાન્સ મળે છે કે નહીં તે આ બન્ને BJP ની સેફ એન્ડ સિક્યોર બેઠકો માટે સાર્વત્રિક ચર્ચાનો વિષય બન્યો છે.
* ભરૂચ વિધાનસભા બેઠકના સંભવિત ઉમેદવાર
– દુષ્યંત પટેલ
– નિરલ પટેલ
– દિવ્યેશ પટેલ
– દક્ષા પટેલ
– શૈલા પટેલ
– જીગ્નેશ પટેલ
– ડો. સુષ્મા પટેલ
* અંકલેશ્વર બેઠકના સંભવિત ઉમેદવારોની યાદી
– ઈશ્વર પટેલ
– શાંતા પટેલ
– મનીષા પટેલ
– સુરેશ પટેલ
– સંદીપ પટેલ
– જનક શાહ
– ભરત નાગજી પટેલ
– બલદેવ પ્રજાપતિ
હારુન પટેલ : ભરૂચ