હાલ તહેવારોની સિઝન ચાલી રહી છે, તહેવારોના સમયે ઇમરજન્સી સેવાને લગતી કામગીરીઓમાં પણ વધારો જોવા મળતો હોય છે, તેવામાં ભરૂચ ખાતે ૧૦૮ ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ હાલ લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બની છે. ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ખાતે દર્દીને લઈને આવેલી એમ્બ્યુલન્સ વહેલી ચાલુ જ ન થતી હોય આખરે હોસ્પિટલ ખાતે ઉપસ્થિત લોકોની મદદ લઇ એમ્બ્યુલન્સને ધક્કા મારી મુખ્ય માર્ગ સુધી લઇ જવાની નોબત આવી હતી.
ભરૂચ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરથી ધક્કા મારી મુખ્ય માર્ગ સુધી પહોંચી એમ્બ્યુલન્સને ચાલુ કરવામાં આવતી હોવાના દ્રશ્યો સોશિયલ મિડિયામાં વાયરલ થતા જ લોકોએ ચર્ચાઓ જમાવી હતી, સાથે સાથે લોકો ચર્ચા કરતા નજરે પડ્યા હતા કે શું આપણું તંત્ર ઇમરજન્સી વ્હીકલોની ફિટનેસ જાણવાની પણ તસ્દી નથી લેતા..? આ પ્રકારે તહેવારોના સમયમાં જ જો ૧૦૮ એમ્બ્યુલન્સ સર્વિસની આવી સ્થિતિ હોય તો દર્દીઓને આખરે કંઈ પરિસ્થિતિમાં લાવવા લઇ જતા હશે. જો એમ્બ્યુલન્સમાં ન કરે નારાયણ અને કોઈ ઇમરજન્સી સ્થિતિ માટેનું દર્દી હાજર હોત અને આ પ્રકારે એમ્બ્યુલન્સ રાત્રીના સમયે બગડતી હોય તો એ પ્રકારના દર્દીઓની હાલત શું થઇ શકે છે, તે બાબત સૌ કોઈ જાણતા જ હશે, ખેર પરંતુ આ ઘટના ક્રમ બાદ ૧૦૮ ઇમરજન્સીના લાગતા વળગતા તંત્રએ તમામ વ્હીક્લો ગ્રાઉન્ડ પર દોડવા માટે ફિટ છે કે કેમ તે દિશામાં તુરંત ધ્યાન આપવા જેવી બાબત આ વાયરલ વીડિયો બાદ થી સામે આવતી દેખાઈ રહી છે.
હારુન પટેલ : ભરૂચ