Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નેત્રંગ ગ્રામપંચાયત બહાર જ ગંદકીના ઢગ ના કારણે સ્થાનિકો ત્રાહિમામ.

Share

ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે સ્વચ્છતા અભિયાનની ઉલ્ટી ગંગા વહેતી હોય તેવા દ્રશ્યો સામે આવતા જોવા મળી રહ્યા છે, જ્યાં ગ્રામ પંચાયતની દીવાલને અડીને જ ગંદકીનું સામ્રાજ્ય જામ્યું હોય તેવી સ્થિતિનું સર્જન થયું છે.

સમગ્ર ગામમાં કચરો અને ગંદકી ન રહે તે માટેની જવાબદારી ગામ પંચાયતની હોય છે, પરંતુ નેત્રંગ ગામ પંચાયત બહારના આ પ્રકારના ગંદકીમય દ્રશ્યો આજ કાલ લોકો વચ્ચે પણ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે,સાથે જ વિસ્તારમાં કચરો ઉઠાવવા માટે લાખોના ખર્ચે સરકાર દ્વારા આપવામાં આવેલ કચરો ઉઠાવવાની સાયકલો પણ ભંગાર હાલતમાં ધૂળ ખાતી નજરે પડી રહી છે,ત્યારે નેત્રંગ ગામ પંચાયતના અંધેર વહીવટના કારણે હાલ આ વિસ્તારમાં તહેવારોના સમયમાં પણ ગંદકીનું સામ્રાજ્ય પ્રસરેલું નજરે પડી રહ્યું છે.

Advertisement

હાલ તો આ પ્રકારની સામે આવેલ સ્થિતિ બાદ જાગૃત નાગરિકો પંચાયત પાસે આશાઓ અને અપેક્ષાઓ સેવી રહ્યા છે કે આ પ્રકારની ગંદકીમય સ્થિતિને તંત્ર સુધારે અને નેત્રંગને સ્વચ્છ અને સુંદર બનાવવાની નેમ સાથે લાગતા વળગતા કર્મીઓ કામ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.


Share

Related posts

કોરોનાની ત્રીજી લહેરના અનુમાનને પગલે હાઈકોર્ટે રૂપાણી સરકારને હાઇકોર્ટનો આદેશ.

ProudOfGujarat

ટોક્યો ઓલોમ્પિક્સ : સુરતમાં તૈયાર થયેલા ફેબ્રિકના ડ્રેસ પહેરશે ભારતીય ખેલાડીઓ

ProudOfGujarat

સી.આઇ.એસ.એફ. ના જવાનોએ વિરમગામમાં જરૂરીયાતમંદોને ગરમ કપડાનું વિતરણ કર્યુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!