Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : દહેજમાં આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીમાં ભીષણ આગ, સદનસીબે કોઈ જાનહાની નહિ.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાગરા તાલુકના દહેજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ મેઘમણી ઓર્ગેનિક કંપનીના વેર હાઉસમાં ગત મોડી રાત્રીના સમયે અચાનક આગ ફાટી નીકળતા કંપનીમાં કામ કરતા કર્મચારીઓમાં ભારે નાસભાગ મચી હતી, કંપનીના વેર હાઉસમાં લાગેલ આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આસપાસ વિસ્તારના લોકોમાં પણ એક સમયે ધભરાટનો માહોલ છવાયો હતો.

મેઘમણી ઓર્ગેનિકમાં લાગેલ આગની ઘટના અંગેની જાણ ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયર વિભાગના ૫ થી વધુ લાયબંબા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા,જોકે ભારે જહેમત અને કલાકોની મહેનત બાદ ફાયરના કર્મીઓને આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી. ઘટના અંગેની જાણ દહેજ પોલીસ મથકે થતા પોલીસનો કાફલો પણ સ્થળ ઉપર દોડી ગયો હતો,અને કર્મચારીઓને સલામત સ્થળે ખસેડવાની કામગીરી શરૂ કરી હતી.

Advertisement

હાલ કંપનીમાં આગ કયા કારણોસર લાગી હતી તે અંગે હજુ સુધી સ્પષ્ટતા થઇ શકી નથી. જોકે આગમાં કંપનીના વેરહાઉસ સહિતના વિસ્તારોમાં મોટું નુકસાન થયું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે, જોકે સમગ્ર ઘટના ક્રમમાં સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાની ન થતા ઉપસ્થિત કર્મચારીઓ અને લોકો એ રાહતનો શ્વાસ લીધો હતો.


Share

Related posts

માંગરોળ : ડુંગરા મૈસુરીયા સમાજનું ગૌરવ.

ProudOfGujarat

મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે આવેલી પૌરાણિક વાવની જાળવણીના અભાવે દુર્દશા

ProudOfGujarat

ऋतिक रोशन ने “वॉर” की सबसे बड़ी ओपनिंग के साथ रचा इतिहास !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!