Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા આવો દિલથી દીપાવીએ દિપાવલી કાર્યક્રમ યોજાયો.

Share

આવો દિલથી દીપાવીએ દીપાવલી કાર્યક્રમ ચાર સંસ્થાના દિવ્યાંગ બાળકો તેમજ વડીલોના ઘરના વૃદ્ધો સાથે સાચા અર્થમાં સાર્થક બની રહ્યો હતો. ભરૂચનું નીલકંઠ ઉપવન બાળકો અને વૃદ્ધોના મુખ ઉપર છલકતા ઉજવણીના નિર્દોષ આંનદથી દિપી ઉઠી નંદનવન બની ગયું હતું.

ચેનલ નર્મદા દ્વારા ગુરૂવારે ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ એન્ડ બોયઝ, ત્રાલસા અસ્મિતા વિકાસ કેન્દ્ર, ધ્વનિ મુકબધીર શાળા, કલરવ સ્કૂલ, વડીલોનું ઘર અને નારી કેન્દ્રની બાળાઓ સહિત 425 થી વધુ લાભાર્થીઓ સાથે સૌ ભેગા મળી નવા વર્ષને આવકારવામાં આવ્યું હતું.

Advertisement

ચેનલ નર્મદા, નવેઠા માં મણીબા ચેરીટેબલ ટ્રસ્ટ, નર્મદા એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટ, દિવ્ય ચેતના ચેરીટેબલ ટ્રસ્ટ સહિત સમાજના શ્રેષ્ઠીઓ તેમજ તમામ ક્ષેત્રના મહાનુભવોના સથવારે આયોજિત આ કાર્યકમમાં નવા વર્ષ નુતનવર્ષની સાથે મળી કરાયેલી ઉજવણી સૌ કોઈ માટે સાર્થક બની રહી હતી.

ચાર સંસ્થાના વિશેષ બાળકો અને વડીલોએ મહાનુભવોના હસ્તે સન્માન, દીપાવલીની ભેટ, ફટાકડા મેળવવા સાથે સામુહિક આતશબાજીનો પણ મનમૂકીને આનંદ માણ્યો હતો. દીપાવલીની ઉજવણી અને નુતનવર્ષને આવકારવાનો આ વિશેષ કાર્યકમ સૌ કોઈ માટે સંભારણું તેમજ અવિસ્મરણયી બની રહ્યો હતો.

કાર્યકમમાં ચેનલ નર્મદાના ડિરેકટર નરેશ ઠક્કર, ઋષિ દવે, પ્રોલાઈફ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન કરણ જોલી, માજી મંત્રી બિપિન શાહ, લોક ગાયક અભેસિંહ રાઠોડ, ભરૂચ પાલિકા પ્રમુખ અમિત ચાવડા, અંકલેશ્વર પાલિકા પ્રમુખ વિનય વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા, નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલ, માં મણી બા સાર્વજનિક ટ્રસ્ટના અધ્યક્ષ ધનજીભાઈ પરમાર, માજી સાંસદ ભરતસિંહ પરમાર, રમેશ મિસ્ત્રી, જશુભાઈ ચૌધરી, દિવ્ય ચેતના એજ્યુકેશન એન્ડ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ દિવ્યેશ પટેલ, આર.એ.સી. આર.એમ. ધાંધલ, એસ.ડી.એમ. દેસાઈ, માજી મંત્રી ખુમાનસિંહ વાસીયા, આર.કે.ગ્રુપના પંકજ હરિયાણી, ક્રેડાઈ પ્રમુખ રોહિત ચદરવાલા, મહેશભાઈ ઠાકર, નિરલ પટેલ, પ્રકાશ પટેલ, સંદીપ પટેલ, નરેન્દ્ર પટેલ, ડો. કૌશલ પટેલ, કોંગ્રેસના આગેવાનો સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, સહિતના મહાનુભવો, આમંત્રીતો અને પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.


Share

Related posts

ઝઘડિયા બી.આર.સી ભવન ખાતે દિવ્યાંગ બાળકોનો એસેસમેન્ટ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ : રાજકીય પક્ષોમાં ટીકીટ મેળવવા માટે આંતરિક ઘમાસાણ,પોતાના માનીતા ચહેરા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઉભા રાખવા લોબિંગ શરૂ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાના વાલીયા તાલુકાના વાલીયાથી આશરે સાત કિલોમીટરનાં અંતરે આવેલા તુણા ગામ જે ડહેલીથી સોડગામ જવાના રસ્તા વચ્ચે આવતુ ગામ છે તુણા ગામના પાદર ઉપર વહેતી પૂર્વવાહિની લોકમાતા કીમાવતી ( કીમલી ) નદીના કાંઠે આવેલ સ્વંયભુ અઘોરેશ્વર મહાદેવનું પ્રાચીન મંદીર સમગ્ર ભરૂચ જીલ્લામાં અને વાલિયા તાલુકામાં શ્રધ્ધા અને ભક્તિનું કેંદ્ર બન્યું છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!