
ભરૂચ જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસની પૂર્ણિમાના દિવસે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા માં ગુરુજનો દ્વારા તેમજ ભરૂચ ના ભૂદેવો એ વેદ પરંપરા નું રક્ષણ કરતા જનોઈ બદલવાનું આયોજન કરવા માં આવ્યું 100 થી વધુ બ્રાહ્મણો એ ભાગ લીધો હતો….
જેમાં ભરૂચ જિલ્લાના વિવિધ ભુદેવોઓએ સવાર થી જ વેદ પાઠશાળાઓ માં જઇ સમૂહ માં ધાર્મિક વિધિ મુજબ સમૂહમાં મંત્રોચ્ચાર સાથે નવી જનોઇ ધારણ કરી નવા ધાર્મિક તહેવારોની શરુઆત કરી હતી જેમાં સુત્તર ના દોરા માંથી જનોઇ બનાવી હતી..જે જૂનો જનોઇ ને ઉતારી નવી જનોઇ ધારણ કરી રક્ષા બંધન અને નારાયેલી પૂનમ ની ઉજવણી કરી હતી……