Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાના કોંઢ પાસેથી લાખોની કિંમતનો શરાબનો જથ્થો ભરેલ કારને ઝડપી પાડતી ભરૂચ ક્રાઇમ બ્રાંચ.

Share

ભરૂચ જિલ્લામાં તહેવારો ટાળે બુટલેગરો માથું ઉચકતા હોય તેમ એક બાદ એક સ્થળેથી પોલીસે દરોડા પાડી લાખોની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો જથ્થો છેલ્લા એક માસમાં ઝડપી પાડ્યો છે, તેવામાં તહેવારો વચ્ચે નશાનો વેપલો ધમધમાવવા ભરૂચ તરફ લઇને આવતી એક સ્વીફ્ટ કારમાંથી મોટા પ્રમાણમાં શરાબનો જથ્થો ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો છે.

ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન મળેલ બતમીના આધારે ભરૂચ જિલ્લાના વાલિયા રોડ પર આવેલ કોંઢ ગામ નજીક રોડની બાજુમાં પાર્ક કરેલ સિલ્વર કલરની સ્વીફ્ટ ગાડી નંબર GJ,27,BE 7137 માં ક્રાઇમ બ્રાંચના કર્મીઓએ તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટની વિદેશી શરાબની નાનીમોટી કુલ ૧૫૧૧ બોટલ કિંમત રૂપિયા ૧,૫૭,૦૮૦ ના મુદ્દામાલને પકડી પાડી મામલે આરોપી જીગ્નેશ ઉર્ફે રાજુ આમલેટવાળા રહે,અયોધ્યા નગર ભરૂચ નાઓને વોન્ટેડ જાહેર કરી કુલ ૩,૫૭,૦૮૦ નો મુદ્દામાલ કબ્જે કરી મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે દિવાળીના તહેવારો પહેલા ભરૂચ જિલ્લામાં ફરી એક વાર બુટલેગરોએ માથું ઊંચકી પોતાના નશાના કારોબારને વિકસાવવાની નેમ પકડી હોય તેમ જિલ્લામાં એક બાદ એક પોલીસ મથકોમાં ઝડપાઇ રહેલા શરાબના જાથાઓ ઉપરથી કહી શકાય તેમ છે,તેવામાં નશાના વેપલો કરતા તત્વો સામે ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ પણ તેઓના કારનામા ઓને ડામવા માટે કંઇક અંશે સફળ બની રહી છે.


Share

Related posts

નર્મદા ખાણ ખનીજ વિભાગનો માઇન્સ સુપરવાઈઝર ૨૦ હજારની લાંચ લેતા ઝડપાયો.

ProudOfGujarat

ગોધરા : ઉદ્યોગપતિ હાજી ફિરદોસ કોઠી દ્વારા કોવિડ સેન્ટરમાં ઠંડા પાણી માટે કૂલર આપવામાં આવ્યુ.

ProudOfGujarat

कारवां के निर्देशक आकर्ष खुराना ने कहा इरफ़ान खान बेहतरीन अभिनेताओं में से एक है!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!