વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અંતર્ગત મતદાર જાગૃતિ માટે સ્વીપ કાર્યક્રમ અંતર્ગત ભરૂચના ન્યાયાલય ખાતે બાર એસોસિયેશનના વકીલો સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ તથા ‘EVM-VVPATનું નિદર્શન યોજાયું હતું.
ન્યાયાલય ખાતે સ્વીપ પ્રચાર- પ્રસાર અંતર્ગત નોડલ ઓફિસર સ્વીપ અને જિલ્લા શિક્ષણાધિકારી દિવ્યેશ પરમારના માર્ગદર્શન હેઠળ સ્વીપ ટીમ ભરૂચ દ્વારા મતદાર જાગૃતિ અભિયાનને વેગ મળે તેવા પ્રયત્નનો તથા મતદાનનું મહત્વ સમજાવ્યું હતું.
લોકશાહીના અવસર એવી ચૂંટણી પ્રક્રિયામાં આ પ્રસંગે દરેક મતદાર પોતાની નૈતિક ફરજ સમજી અવશ્ય મતદાન કરે તેના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં વધુ મતદાન થાય તે માટે શિક્ષિત નાગરિકો દ્વારા પ્રયત્ન થાય તેવી અપીલ પણ કરવામાં આવી હતી.
Advertisement