ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ વિવિધ રાજકીય પક્ષમાં નેતાઓની અવરજવર શરૂ થઇ છે, તેવામાં ભરૂચ ખાતે પણ કંઇક આજ પ્રકારની સ્થિતિનું સર્જન થયું છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કેટલાય નેતાઓની અવરજવર શરૂ થઇ છે. એક પાર્ટીનો સાથ છોડી બીજી પાર્ટીમાં જવાની બાબત છેલ્લા બે માસથી જિલ્લામાં જામી છે.
ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર ૮ ના માજી નગર સેવક મનહરભાઈ પરમારે આમ આદમી પાર્ટીનો ખેસ ધારણ કરી પાર્ટીમાં પ્રવેશ કર્યો છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ઉપસ્થિતીમાં મનહરભાઈ પરમારે આપ નો ખેસ ધારણ કરતા ભરૂચ વિધાનસભા બેઠકના રાજકીય સમીકરણો બદલાય તેવી સ્થિતિનું સર્જન થયું છે.
મહત્વની બાબત છે કે મનહરભાઈ પરમાર ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૮ માંથી એક ટમ સુધી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવી નગર સેવક તરીકેની સેવાઓ આપી ચુક્યા છે. તો ન.પા ની બીજી ટમમાં તેઓને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો, જે બાદ તેઓ ફરી એકવાર હવે આપ નો ખેસ ધારણ કર્યો છે. તેવામાં રાજકીય ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે કે શું ભરૂચ વિધાનસભા બેઠક ઉપર મનહર પરમારને ઉમેદવાર તરીકે આમ આદમી પાર્ટી જાહેર કરી શકે છે..? તેવી બાબતો હાલ મનહર પરમારના આપ માં પ્રવેશ બાદથી ચર્ચાનું કેન્દ્ર બની છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99254 22744