રાજ્ય સરકાર સામે પોતામાં પડતર પ્રશ્નોની માંગણીઓને લઇ છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાત રાજ્ય નગરપાલિકા કર્મચારી મહા મંડળ તેમજ અખિલ ગુજરાત નગરપાલિકા કર્મચારી મંડળના આદેશથી ભરૂચ નગરપાલિકાના કર્મીઓ પણ હડતાળમાં જોડાયા છે, તેમજ વિવિધ સેવાઓ બંધ કરી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે.
નગરપાલિકા કર્મીઓને આંદોલનને લઇ પ્રજાને હાલાકીનો સામનો વેઠવો પડે તેવી સ્થિતિનું સર્જન થયું છે, જેમાં ખાસ કરી આંદોલનને લઇ કર્મીઓ દ્વારા વિવિધ સેવાઓ બંધ રાખવાનો નિર્ણય કરવામાં અવ્યો છે. જેમાં આગામી તારીખ ૧૮/૧૦/૨૦૨૨ ના રોજ પાણી પુરવઠો બંધ રહેશે તેમજ તારીખ ૧૯ ના રોજ સ્ટ્રીટ લાઈટો બંધ રખાશે તથા ૨૦ ના રોજ સફાઈને લગતી કામગીરી બંધ રખાશે સાથે સાથે ૨૧ તારીખના દિવસે આવશ્યક સેવાઓને લગતી તમામ પ્રકારની કામગીરી બંધ રાખી કર્મચારીઓ પોતાનો વિરોધ નોંધાવશે તેમ કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે.
હારુન પટેલ : ભરૂચ