Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટનો સ્નેહમિલન સમારોહ યોજાયો.

Share

ભરૂચમાં ઉત્થાન ચેરિટેબલ ટ્રસ્ટનું સ્નેહમિલન સમારોહ ડૉ.બાબાસાહેબ આંબેડકર ભવન ભરૂચ ખાતે તા.૧૬/૧૦/૨૦૨૨ એ રવિવારે સંસ્થાના પ્રમુખ પરેશ મેવાડના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમા જે.એસ.એસ.ના ડાયરેક્ટર જૈનુદીન સૈયદ, ડેક્કન કંપનીના રાહુલ શાહ, રાજનાથ શુક્લા, સુરેશભાઈ મહેતા, કે.ડી.કોળી, જે.વી.પરમાર ઉપસ્થિત રહ્યા હતા. દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી.

સંસ્થાની બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. સંસ્થા દ્વારા સીવણ ક્લાસ, બ્યુટી પાર્લરના કોર્સ તેમજ વિવિધ પ્રવૃત્તિઓની માહિતી ઈશા મેવાડા તેમજ વૈશાલી ચંદેલ દ્વારા આપવામાં આવી હતી. કાર્યક્રમમાં શિવાની બ્રાઈડલના વિમળા રાઠોડ ખાસ ઉપસ્થિત રહી બ્યુટી પાર્લર વિશે થોડી માહિતી આપી, ડેમો – મેકઅપ કરી હાજર બહેનોને વિશેષ માહિતી આપી હતી તેમજ રોજગારલક્ષી તાલીમમાં આવતી બહેનો એ પોતાના અનુભવ વર્ણવ્યા હતા.

કાર્યક્રમમાં સારિકાબેન પ્રજાપતિ, ક્રિષ્નાબેન,નીતાબેન, અમિતાબેન, ગૌરી મકવાણા વગેરે બહેનોએ સંસ્થાની પ્રવૃત્તિ અને તાલીમ વર્ગોની જાણકારી આપી હતી. સંસ્થા દ્વારા ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહાનુભવો એ સંસ્થાની કામગીરીને બિરદાવી તેમજ પ્રમુખશ્રી પરેશભાઈ મેવાડાને અભિનંદન પાઠવ્યા હતા.

Advertisement

Share

Related posts

નેત્રંગનાં રહેણાંક વિસ્તારોમાં દીપડાનો આતંક યથાવત : વસાહત વિસ્તારમાં 2 ડુક્કરનો શિકાર કરતા ચકચાર.

ProudOfGujarat

ભરૂચમાં દહેજ બાયપાસ રોડ પર આવેલ “બિગ બોસ” સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પર્દાફાશ.

ProudOfGujarat

પરપ્રાંત અને રાજયનાં અન્ય જિલ્લામાં હીજરત કરી રહેલાં મજૂરોને વતનમાં પહોંચાડવા માટે સુરત એસ.ટી.વિભાગે બસો દોડાવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!