Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચમાં વાહનોથી લઈ કમર ભાંગી નાખે એટલા મોટા ખાડા છતાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને પાલિકાનું મૌન.

Share

ભરૂચ શહેરમાં વરસાદી માહોલ બાદ તો જાણે કે ઠેરઠેર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, કોઈક વોર્ડના મુખ્ય માર્ગો પર મસમોટા ખાડા તો કોઈક વોર્ડના અંતરિયાળ સોસાયટીમાં જતા માર્ગો પર ખાડા, રસ્તાનું ધોવાણ થયા બાદ તો જાણે કે જે તે વિસ્તારોમાં વાહનો લઈને જઈએ તો વાહનો તૂટવા સાથે કમરના મણકા તૂટવા જેવી સ્થિતિ જોવા મળી રહી છે, છેલ્લા કેટલાક દિવસથી પેચવર્ક કરવાની કામગીરી પાલીકાનું તંત્ર કરતું નજરે પડ્યું હતું, પરં હજુ તેમા પણ ઢીલાશ દાખવામાં આવતી હોય તેમ દેખાઇ રહ્યું છે.

ભરૂચ શહેરમાં આવેલ નગરપાલિકા વિસ્તારમાં ૪૪ જેટલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને મુખ્ય અધિકારી સહિતના અધિકારી કર્મચારીઓથી ધમધમતી નગર પાલિકા ભરૂચના સ્ટેશનથી પાંચબત્તી અને બાયપાસ ચોકડી સુધીના મુખ્ય માર્ગ પરના ખાડા પુરવામાં આળસ અનુભવતી હોય તેમ લાગી રહ્યું છે. બાયપાસ ચોકડી, મહંમદપુરા, આલી ઢાળ અને પાંચબત્તી આસપાસના મુખ્ય માર્ગો પર પડેલા ખાડાનું મેજર ટેપથી માપ લેવાય શકે તેવી સ્થિતિનું સર્જન વર્તમાનમાં જોવા મળી રહ્યું છે.

આ તો વાત થઇ મુખ્ય માર્ગોની પરંતુ શહેરના કેટલાય વોર્ડના અંતરિયાળ રસ્તાઓ પણ વરસાદી માહોલ જામ્યા બાદ આજે તકલાદી બનતા જઈ રહ્યા છે. રસ્તા પર પડેલા ખાડાને કારણે રાહદારીઓ અને વાહન ચાલકોને ખાબોચિયાઓથી બચી બચીને પસાર થવું પડતી હોવાની બુમો ઉઠી રહી છે. તેવામાં નિદ્રામાં રહેલ પાલિકા વિભાગના અધિકારીઓ અને કર્મીઓ વહેલી તકે આ પ્રકારના ગણતરીના વિસ્તારોનું સર્વે કરી ત્યાં રસ્તા રીપેરીંગ કાર્યને વેગવંતુ બનાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

રાજપીપળા પાલિકાનાં વાયરમેન સુરક્ષા સાધન વિના કામ કરતા હતા ત્યારે થાંભલા પરથી નીચે પટકાતા ગંભીર ઇજા પહોંચી.

ProudOfGujarat

વડોદરા : સમા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઇ …!!

ProudOfGujarat

જૈન સમાજ પર ટિપ્પણી કરતા સાંસદ માફી માંગે સહિતના મુદ્દાઓ પર ખેડા જૈન સમાજે પાઠવ્યું કલેકટરને આવેદન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!