ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ વર્તમાન દાવેદારો જે તે બેઠકો પર ચૂંટણી પ્રચારમાં લાગી ચુક્યા છે,પોતે અને પોતાના પક્ષ તરફી વાતાવરણ ઉભું કરવા જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પર ગ્રૂપ મિટિંગોનો દોર જે તે ગ્રામ્ય વિસ્તારો દિવસ- રાત ચાલી રહ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભરૂચ, વાગરા, જંબુસર, અંકલેશ્વર અને ઝઘડિયા બેઠકો પર પોતાના પક્ષનો ઉમેદવાર કંઈ રીતે અત્યારથી જ મજબૂત થઇને ચૂંટણીના મેદાનમાં ઉતરી શકે તે પ્રકારની રણનીતિ અને પ્લાનનો તખ્તો રાજકીય પાર્ટીઓના કાર્યાલયોમાં ઘડાઇ ચુક્યો છે.
હાલમાં મોટાભાગની વિધાનસભા બેઠકોના સંભવિત ઉમેદવારો દિવસ અને રાત્રી મિટિંગોમાં પ્લાનિંગ મુજબ આગળ વધી રહ્યા છે, જેમાં ખાસ કરી આ સંભવિત ઉમેદવારો U.D.P.P નો પ્લાન ઘડી આગળ વધી રહ્યા છે. હવે તમને થશે કે આ U.D.P.P એટલે શું છે,? તો તમને જણાવી દઈએ કે કોઈ પણ વિધાનસભાનું મત વિસ્તાર ચારે ખૂણે મળતો હોય છે, જેમાં U એટલે ઉત્તર દિશા D એટલે દક્ષિણ દિશા અને P.P એટલે પૂર્વ અને પશ્ચિમ ભાગમાં આવતા વિધાનસભાના જે તે ગામો અથવા સોસાયટીમાં જઈ જઈ ડોર ટુ ડોર તેમજ ગ્રૂપ મિટિંગ, ખાટલા બેઠકો કરી લોકો સાથે સીધા સંર્પક કરવામાં આવી રહ્યા છે.
સંભવિત ઉમેદવારો અને રાજકિય પાર્ટીઓની રણીનીતિની વાત કરીએ તો અત્યારથી જ આગામી 1 માસના દિવસો દરમિયાન સુધી આગેવાનોની ટિમ અને કાર્યકરોની ટિમ કઈ કઈ દિશામાં ફરશે તે તમામ બાબતો નકકી કરી કામે લાગી ગયા છે, જેમાં સૂત્રોનું માનવામાં આવે તો મોટા ભાગે જે તે પક્ષ એક સપ્તાહના કાર્યક્રમોમાં U.D.P.P નું ફોર્મ્યુલા અપનાવી આગળ વધી રહ્યા છે, અને પાર્ટીના ઉમેદવાર અને પક્ષને મજબૂત કરવા માટે જે તે આગેવાનો અને કાર્યકરોને પક્ષની વિચાર ધારાથી જોડવાની કામગીરી કરી રહ્યા છે, તો શહેરી વિસ્તારોમાં બુથ લેવલે પણ કામગીરી કરતા કાર્યકરોને અત્યારથી જ પક્ષ તરફી વાતાવરણ ઉભું કરવા અને ઉમેદવાર જે કોઈ હોય તેના માટે ગ્રાઉન્ડ કંઈ રીતે તૈયાર કરી આગળ વધારી શકાય તે તમામ દિશાઓમાં પાર્ટીઓએ કાર્યકરો અને બુથ મેનેજમેન્ટ કમિટીઓને સૂચનો કરી કામે લાગી જવાનું આહવાન કર્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
હારુન પટેલ : ભરુચ
મો. : 99252 22744