Proud of Gujarat
GujaratFeaturedINDIA

જેક થી દુકાનો નું શટર ઊંચું કરી ઘરફોડ ચોરી કરતી મારવાડી ગેંગ ને ચોરી ના હથિયારો અને મુદ્દામાલ સાથે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ઝડપી પાડયા..

Share

(હારૂન પટેલ)પોલીસ સૂત્રો માંથી પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેદ્ર સિંહ ચુડાસમા અને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાંચ ના પી આઈ સુનિલ તરડે ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર વાલિયા ચોકડી વિસ્તાર માં લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે બાતમી ના આધારે વોચ ગોઠવી શંકાસ્પદ જણાતી મારૂતિ વાન ને રોકતા અંકલેશ્વર માં અલગ અલગ સ્થાનો ઉપર ઘરફોડ ચોરીઓને અંજામ આપનાર ૨ ઈસમો ને ચોરી કરવાના સાધનો અને મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા…તેમજ તેઓની પૂછપરછ માં તેઓની ગેંગ ના વધુ એક આરોપીની અટકાયત કરવામાં આવી હતી…

Advertisement

ઉલ્લેખનિય છે કે અંકલેશ્વર ના સ્ટેશન રોડ પર ના શોપિંગ સેન્ટર ની દુકાન માં તેમજ વાલિયા ચોકડી નજીક ના શોપિંગ ની દુકાન માં આ ગેંગ ના સભ્યોએ ચોરીની ઘટના ને અંજામ આપ્યો હોવાની પ્રાથમિક વિગતો તેઓને પોલીસ સકંજામાં લીધા બાદ થી જાણવા મળી હતી….

હાલ લોકલ ક્રાઇમ બ્રાંચ ની ટીમે ૨ લાખ ૯૨ હજાર ઉપરાંત ના મુદ્દામાલ સાથે અંકલેશ્વર ની ચિત્રકૂટ સોસાયટી વિસ્તાર માં રહેતા જગદીશ ઘીસારામ જાટ તેમજ જગારામ ઉર્ફે ખાડિયા જાટ રહે.ચિત્રકૂટ સોસાયટી અંકલેશ્વર તેમજ મોહનલાલ હીરાજી જાટ રહે .કોસંબા ની ધરપકડ કરી તેઓ વિરુદ્ધ કાયદેસર ની કાર્યવાહી હાથધરી છે……


Share

Related posts

અંકલેશ્વર : દેશી તમંચા અને જીવતા કારતૂસ સાથે ૧ રીઢો ગુનેગાર ઝડપાયો, એક વોન્ટેડ.

ProudOfGujarat

ગુજરાત રાજ્ય મહિલા આયોગ ગાંધીનગર તથા આઈ.સી.ડી.એસ માંગરોળનાં ઉપક્રમે નારી સંમેલન યોજાયો.

ProudOfGujarat

નર્મદા નદી પર નવ નિર્માણ પામેલ નર્મદા મૈયા બ્રિજ ચર્ચામાં : ભરૂચ યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા વહેલી તકે લોકાર્પણ કરવા સરકારને આપી ચીમકી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!