આજરોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાની મુલાકાતે આવી પહોંચ્યા હતા. આમોદના રેવા સુગર ગ્રાઉન્ડ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ જિલ્લા સહિત રાજ્યને લગતા વિવિધ ૮૨૦૦ કરોડથી વધુના પ્રકલ્પોનું ભૂમિપૂજન-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક ઝલક જોવા માટે આમોદ ખાતેના સભા સ્થળે જંગી જનમેદની ઉમટી પડી હતી.
-વડાપ્રધાન દ્વારા ક્યા કયા વિકાસ ના કાર્યોના ભૂમિપૂજન અને લોકાર્પણ કરવામાં આવ્યા
(૧) જંબુસર ખાતે તૈયાર થતા ૨,૫૦૬ કરોડના ખર્ચે બલ્ક ડ્રગ્સપાકનું ભૂમિપૂજન (૨) જી.એ.સી.એલ કંપનીના રૂ,૪,૧૦૫ કરોડના પ્લાન્ટનું લોકાર્પણ,(૩) ૧૨૭,૫૮ કરોડના ખર્ચે રાજ્યમાં ચાર ટ્રાયબલ ઔધોગિક પાર્ક (૪) ૧૦૦ કરોડના ખર્ચે અંકલેશ્વર એરપોર્ટની કામગીરી (૫) અંકલેશ્વર-પાનોલીમાં ૩૦ કરોડના ખર્ચે ઔધોગિક શેડ (૬) દહેજમાં ૫૬૮ કરોડની ડીપ સી પાઇપલાઇનનું ભૂમિપૂજન, (૭) બનાસકાંઠાના મુડેઠા માં રૂ,૭૦,૮૭ કરોડના ખર્ચે એગ્રો ફૂડ પાર્ક (૮) વલસાડના દાંતીમાં રૂ,૮૯,૯૮ કરોડના સિફુડ પાર્કનું ભૂમિપૂજન (૯) મહિસાગરના ખાંડીવાવમાં રૂ,૧૭૬ કરોડના MSME પાર્ક (૧૦) ભરૂચમાં ભૂગર્ભ ગટર અને એસટીપીનું ભૂમિપૂજન (૧૧) રૂ,૩૧૫ કરોડના ખર્ચે દહેજ-કોયલી પાઇપલાઇનનું લોકાર્પણ (૧૨) રૂ,૪૨ કરોડના ખર્ચે ઉમલ્લા-પાણેઠા માર્ગનું નવીનીકરણ આમોદ ખાતેથી વડાપ્રધાનની ઉપસ્થિતમાં જાહેરાત કરાઈ હતી.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, રાજ્યન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય અરુણસિંહ રાણા, દુષ્યંત પટેલ, ઈશ્વર પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, સહિત જિલ્લા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આમોદ રેવાસુગરના આંગણે PM નરેન્દ્ર મોદીના આગમને આસોમાં અષાઢી માહોલ વચ્ચે અભેદ્ય સુરક્ષા ચક્ર ગોઠવાયો હતો,
વડાપ્રધાન મોદી 2.0 બાદ પ્રથમવખત ભરૂચના આંગણે ₹8200 કરોડના મહત્વકાંક્ષી પ્રોજેક્ટના લોકાર્પણ-ભૂમિપૂજનને લઈ ભરૂચ, આમોદ અને જંબુસર અભૂતપૂર્વ ઉત્સવમય માહોલ વચ્ચે અભેદ્ય સુરક્ષા છાવણીમાં તબદીલ થઈ ગયું હતું. ભરૂચમાં આમોદના રેવા સુગર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 5 વર્ષ બાદ આવકારવા જિલ્લા સહિત રાજ્યનું તંત્ર અને પ્રજા થનગની ઉઠ્યું હતું, નરેન્દ્ર મોદીના રોકાણ સ્થળ રેવા સુગરના મેદાનમાં બનાવાયેલા અદ્યતન ડોમમાં 1 લાખથી વધુ જનમેદની ઉમટી હતી, રાજ્યના મંત્રી મંડળ સહિત કેન્દ્રીય મંત્રીઓના ધામા વચ્ચે 5000 રાજ્ય અને કેન્દ્રની પોલીસ સુરક્ષામાં તૈનાત રહી હતી,. સાથે જ 1500 થી વધુ ઉચ્ચ અધિકારીઓ ખડેપગે હાજર રહ્યા હતા,જેમાં
પી.એમ. ની સુરક્ષામાં બંદોબસ્ત
– સ્પેશિયલ પ્રોટેકશન ગાર્ડ
– 1 એડિશનલ ડી જી.
– 3 આઇ. જી.
– 14 એસ.પી.
– 39 ડી.વાય.એસ. પી.
– 97 પી આઈ.
– 260 પી.એસ આઈ.
– 3040 પી.સી.
– 425 મહિલા પોલીસ
– 2 એસ. આર. પી. પ્લાટુન બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો,
– આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે,સી.એમ ભુપેન્દ્રભાઈ પટેલ
આજરોજ આમોદ ખાતે યોજાઈ રહેલા લોકાર્પણ, ભૂમિપૂજન અને ખાતમુહૂર્તના કાર્ય ગુજરાતના વિકાસને એક નવો વેગ આપશે તેમજ આજનો દિવસ ગુજરાતની જનતા માટે સુવર્ણ અક્ષરે લખાશે તેમ જણાવી પી.એમ મોદીના કાર્યોની પ્રશંસા કરી હતી.
– નરેન્દ્ર મોદીએ આમોદની સભામાં શુ શુ જણાવ્યું..
આમોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના ભાષણની શરૂઆતમાં સમાજ વાડી પાર્ટીના નેતા મુલાયમ સિંહ યાદવના નિધન પર દુઃખ વ્યક્ત કરી મુલાયમ સિંહ યાદવ સાથે તેઓના સંબંધોને યાદ કર્યા હતા. મુલાયમસિંહએ મને ૨૦૧૩ માં જે આશીર્વાદ આપ્યા હતા તેમાં ઉતાર ચઢાવ અત્યાર સુધી આવવા દીધા નથી સાથે જ તેઓના નિધન પર શ્રદ્ધાંજલિ પાઠવી હતી, સાથે જ તેઓએ આજના કાર્યક્રમ અંગે જણાવ્યું હતું કે ભરૂચની ચર્ચા ઇતિહાસમાં ગર્વની સાથે થાય છે, સાથે કનૈયાલાલ મુન્શી અને પંડિત ઓમકારનાથ ઠાકુરને યાદ કર્યા હતા. ગુજરાત અને દેશની પ્રગતિમાં ભરૂચનો યોગદાન બહુ છે.
એક જમાનો હતો ભરૂચ ખારી સિંગના નામે ઓળખાતું આજે ઉધોગ, વેપાર, બંદરોથી ઓળખાઈ રહ્યો છે. પહેલા ડ્રગ બલ્ક પાર્ક ગુજરાતને મળ્યું છે એને એ પણ મારા ભરૂચને મળ્યું છે, વર્ષોથી વાત થતી પણ કોઈ અમારી વાત ન સાંભળતું હવે ભરૂચ, વડોદરા, સુરત પર નિર્ભર નઈ રહે અંકલેશ્વરમાં નવા એરપોર્ટ બનાવવાનું અને શિલાન્યાસ થઇ રહ્યું છે, એક રાજ્યમાં જેટલા ઉધોગો હોય એટલા તો આજે ભરૂચ જિલ્લામાં થયા છે. એરપોર્ટ મળશે તો વિકાસને એક નવી ઉંચાઈ મળશે, અને નરેન્દ્ર, ભુપેન્દ્રની ડબલ એન્જીન સરકારથી કામ પણ ઝડપથી થઇ જશે તેમ જણાવ્યું હતું.
બે દસક પહેલાના ગુજરાતની ઓળખ શુ હતી, વેપારીની એક જગ્યાએથી માલ લઇ બીજી જગ્યાએ વહેંચી થોડી દલાલી મળતી,પરંતુ એ પરિસ્થિતિ બાદ આજે ગુજરાત એ મહેનત કરી વિકાસની હરણફાળો ભરી દીધી છે, ગુજરાતના યુવાનો માટે સ્વર્ણિમ કાળની શરૂઆત થઇ ચુકી છે, ભરૂચમાં કાયદો વ્યવસ્થાની ભૂતકાળમાં તકલીફ પડતી તેવા દિવસો હતો આજે કાયદો અને વ્યવસ્થાના લીધે ભરૂચના લોકોને સુખ શાંતિથી જીવતા કર્યા છે.
એક જમાનો હતો આરોગ્યની સુવિધાઓ નહિ હોસ્પિટલમાં જવું હોય તો વડોદરા, સુરત ભાગવુ પડતું. નર્મદા નદીમાં તટ પર રહીને પણ ભરુચમાં પીવાના પાણીની સમસ્યા રહેતી, એક એક સમસ્યાને પકડી સ્થિતિ સુધારતા ગયા અને કાયદો વ્યવસ્થા સુધાર્યા તેને કારણે આજે ગુજરાતમાં કરફ્યુ નામનો શબ્દો નથી, તા બહેનો અડધી રાત્રે આજે સુરક્ષીત ફરી શકે છે, તેમ જણાવી તેઓ દ્વારા આજે થયેલ લોકાર્પણ, ભૂમિપૂજનથી વિકાસને નવી દિશા મળશે તેમ પણ જણાવ્યું હતું.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744