ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ રાજ્યભરમાં તેની ચરમસીમાએ પહોંચ્યો છે,રાજ્યમાં ક્યાંક પાર્ટીઓ વચ્ચે પોસ્ટર વોર ચાલી રહ્યું છે તો ક્યાંક મારામારી અને હુમલા જેવા બનાવો પણ સતત સામે આવતા દેખાઈ રહ્યા છે,આજ પ્રકારની એક હુમલાની ઘટના ગત રાત્રીના સમયે સામે આવી હતી,જેમાં કોંગ્રેસના ધારાસભ્ય ઘાયલ થતા તેઓના સમર્થકોમાં આક્રોશનો માહોલ છવાયો હતો.
ગત રાત્રીના સમયે વાંસદા વિધાનસભાના ધારાસભ્ય અને આદિવાસી નેતા અનંત પટેલ ખેરગામ નજીકથી પસાર થઇ રહ્યા હતા તે જ દરમિયાન તેઓની કાર પાસે આવેલા કેટલાક ઈસમોએ તેઓ કંઈ સમજે પહેલા જ હુમલો કરતા તેઓને આંખની કપાળના ભાગે ઇજાઓ થઇ હતી, જે બાદ લોહીથી લથપથ બનેલા ધારાસભ્યએ ઘટના અંગેની જાણ પોતાના સમર્થકો અને પાર્ટીના હોદ્દેદારો સમક્ષ કરી સ્થળ પર જ ન્યાય ન મળે ત્યાં સુધી નહિ હટીએ તેવી માંગ સાથે બેસી ગયા હતા.
ધારાસભ્ય અનંત પટેલ પર હુમલો થયા અંગેની વાત વાયુવેગે પ્રસરતાની સાથે જ તેઓના સમર્થકો તેઓની પાસે દોડી ગયા હતા અને જોત જોતામાં સમર્થકોની ભાડે ભીડ ભેગી થઈ હતી, તો બીજી તરફ હુમલાની ઘટનાને લઇ રાષ્ટ્રીય કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સહિત પ્રદેશ કક્ષાના નેતાઓએ આ ઘટનાને વખોડી હુમલા ખોરો ઉપર ત્વરિત કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ હતી, તો ધારાસભ્ય અનંત પટેલે આ હુમલો સ્થાનિક ભાજપના નેતાઓએ કરાવ્યા હોવાના આક્ષેપ કર્યા હતા.
સમગ્ર ઘટના ક્રમ બાદ આજે સવારે કહેવાતા આદિવાસી મસીહા અને બીટીપી ના સંયોજક તેમજ ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ અનંત પટેલ પર થયેલ હુમલાને વખોડી સોશિયલ મિડિયા મારફતે એક બાદ એક બે પોસ્ટ મૂકી લખ્યું હતું,કે वांसदा के आदिवासी विधायक अंनत पटेल पर जिस तरह से कायर नपुंसक लोगों ने जो हमला किया है उसका जवाब आदिवासी समुदाय जरूर देगा ,धर्म/गाय पर हल्ला करने वाली गोदी मीडिया,पार्टी गुलाम बंधुआ नेता ,आदिवासी विधायक पर जानलेवा हमला होता है तो खामोश है,સાથે જ તેઓએ અન્ય એક પોસ્ટમાં લખ્યું હતું કે अर्जी आवेदन बहोत हुआ उलगुलान ही एक मात्र विकल्प है!આમ તેઓએ અનંત પટેલ પર થયેલા હુમલાને લઇ વિરોધીઓ ઉપર પ્રહાર કર્યા હતા.
હારૂન પટેલ : ભરૂચ