Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ગામમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે વિવિધ વિસ્તારો રંગબેરંગી લાઈટોથી ઝળહળી ઉઠયા.

Share

રવિવાર તા. 9 ઓક્ટોબરે મુસ્લિમોના આખરી પયગમ્બર સાહેબનો જન્મ દિવસ છે. જેને મુસ્લિમ સમુદાય ઈદે મિલાદ તરીકે ધામધૂમથી ઉજવે છે. જેની ઉજવણી મુસ્લિમ કેલેન્ડરના ત્રીજા મહિના રાબીઉલ અવ્વલની પહેલી તારીખથી કરાય છે. આ પર્વની તડામાર તૈયારીઓના ભાગરૂપે ગામના તમામ ધાર્મિક સ્થળો, ગામના તમામ મુખ્ય માર્ગો અને દરેક ગલી મહોલ્લા રંગબેરંગી લાઈના શણગાર સાથે રવિવારનો જાણે આતુરતા પૂર્વક રાહ જોઈ રહયા હોય. આ તમામ સજાવટ નબીપુર ગામની યુવા લાઈટ ડેકોરેશન કમિટી અને ગામના ઉત્સાહી યુવાનો એ કરી છે. આ પર્વના દિવસે સમસ્ત ગામના સહયોગથી સવારે મિલાદુન્નબીની યાદમાં ગામમાં જુલુસનું આયોજન કરાયું છે અને ત્યારબાદ નિયાઝનું આયોજન કરાયું છે. આ પર્વમાં એકતા અને ભાઈચારો જળવાય તેની સંપૂર્ણ તકેદારી રખાશે.

Advertisement

Share

Related posts

શહેરા બ્લોકના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામા આવ્યો.

ProudOfGujarat

ભરૂચ : દહેજ વિસ્તારમાં ગેસની પાઇપલાઇન લીક થતાં ધડાકાભેર લાગી ભીષણ આગ… જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ : અપહરણના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફ્લો સ્કોર્ડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!