ભરૂચ જિલ્લાના પાલેજ પંથકમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ઇદે મિલાદના પર્વ નિમિત્તે મુસ્લિમ નવયુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આગામી 9 ઓક્ટોબરના રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મહમમદ સાહેબનો જન્મદિવસ છે. જેને મુસ્લિમ સમાજ ઇદે મિલાદના પર્વ તરીકે ઉજવણી કરે છે. પંથકના સાંસરોદ, હલદરવા, વરેડિયા, ટંકારિયા, કંબોલી, મેસરાડ, ઇખર,વલણ, માંકણ વગેરે ગામોમાં ઇદે મિલાદના પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ગામોની વિવિધ વિસ્તારોમાં શેરી, મહોલ્લાઓ રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. મસ્જિદો, દરગાહ રોશનીથી ઝળહળી ઉઠી છે. મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Advertisement