Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : દહેજના રહિયાદ પાસેની જીએનએફસી ટીબીઆઇ ટુ ના હેલ્પરો વેતન વધારાની માંગ સાથે હડતાળ પર ઉતર્યા.

Share

ભરૂચ જિલ્લાના દહેજ પાસેના રહિયાદ ગામ ખાતે આવેલ જીએનએફસી ટીબીઆઇ ટુ ના લગભગ ૫૦૦ થી ૬૦૦ કામદારો હેલ્પર તરીકે કોન્ટ્રાક્ટ ઉપર કામ કરી રહ્યા છે. આ કામદારો છેલ્લા બે દિવસ થી હાલ કંપની સામે બાયો ચઢાવી હડતાળ પર ઉતરવા માટે મજબૂર બન્યા છે. કામદારોએ આક્ષેપ કર્યા હતા કે કંપની તરફથી તેઓને રૂપિયા ૯૦ નો વેતન વધારો કરવામાં આવશે, પરંતુ તે બાદ કંપની દ્વારા કામદારોના વેતનમાં માત્ર રૂપિયા ચારનો વધારો કરવામાં આવતા કામદારોમાં કંપની સામે આક્રોશ ઉભો થયો છે.

કામદારોનું કહેવું છે કે કંપની દ્વારા રૂપિયા ચારનો વધારો કરી કામદારો સાથે મજાક કરી છે, જે કામદારો ક્યારેય પણ ચલાવી લે તેમ નથી જો કંપનીએ રૂપિયા ૯૦ નો નહિ તો છેલ્લે ૫૦ રૂપિયાનો તો વધારો કરવો જ જોઇએ તેવી માંગ સાથે કામદારો કંપનીના ગેટ બહાર હડતાળ પર ઉતર્યા છે. કામદારો જણાવી રહ્યા છે કે તેઓ કંપનીમાં જીવના જોખમે કામ કરી રહ્યા છે અને તેઓને નજીવો વળતર મળી રહ્યો છે, ખરેખર તો તેઓને ૩૯૦ થી ૪૦૦ રૂપિયા નો રોજ હોવો જોઈએ પરંતુ હજુ સુધી કંપની સત્તાવાળા કે કોન્ટ્રાક્ટરો એ કામદારોનો પગાર વધાર્યો નથી જે બાબત સામે રોષ વ્યકત કર્યો હતો.

Advertisement

હાલ કંપની દ્વારા કામદારોને ૩૫૧ રૂપિયા રોજ ચુકવવામાં આવી રહ્યો છે, પરંતુ આ રોજ કામદારોને મંજુર ન હોય તેમ તેઓ જણાવી રહ્યા છે,અને તેઓની માંગ વહેલી તકે સત્તાધીશો સ્વીકાર કરી રોજમાં વધારો નહિ કરે ત્યાં સુધી તેઓ કંપનીમાં કામ ઉપર નહિ જઇ ગેટ બહાર જ હડતાળ પર રહેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ : AIMIM નાં અસદુદ્દીન ઓવૈસી 4 ફેબ્રુઆરીથી ગુજરાત મુલાકાતે- જાણો શું છે કાર્યક્રમો..!!

ProudOfGujarat

સુરતના ઓલપાડમાં કાચા ભૂંગળામાંથી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ બનાવાઈ, મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા ઉમટ્યા

ProudOfGujarat

સુરત પોલીસ કમિશનરે એક જાહેરનામાથી લગ્ન સમારંભ કે અંતિમવિધિમાં ૫૦ થી વધુ લોકોને એકઠા થવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!