Proud of Gujarat
FeaturedGujaratINDIA

આગામી તા. 10 ના રોજ વડાપ્રધાનની મુલાકાતને અનુલક્ષી ભરૂચ ખાતે મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ સ્થળ નિરીક્ષક કરીને સમીક્ષા બેઠક યોજી.

Share

આગામી તા.૧૦ ઓકટોબર, સોમવારના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ભરૂચ જિલ્લાના જંબુસર તથા આમોદ ખાતે વિવિધ વિકાસકાર્યોના ખાતમુહૂર્ત- લોકાર્પણ કરવાના છે. જેને અનુલક્ષીને આજે આમોદ ખાતે વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રી પૂર્ણેશભાઇ મોદીએ મુલાકાત લઈને સમીક્ષા બેઠક યોજાઇ હતી.

જેમાં મંત્રીએ વડાપ્રધાનના કાર્યક્રમ સંદર્ભે વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી તૈયારીઓ અંગે અધિકારીઓ- પદાધિકારીઓ સાથે ચર્ચા કરી જરૂરી સુચના અને માર્ગદર્શન આપ્યું હતું. કાર્યક્રમના સુચારૂ વ્યવસ્થાપન, સ્થળ, સુરક્ષા, પાર્કિંગ વગેરેને લઇને સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા સાથે જરૂરી સુચના આપી તેમજ મંત્રીએ તમામ કાર્યક્રમોની વિગતો મેળવી બેઠક વ્યવસ્થા, પાર્કિગ, લોકાર્પણ/ ખાતમૂર્હત, જાહેરસભા સહિતના કાર્યક્રમોની સમીક્ષા કરી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલ, નિવાસી અધિક કલેકટર એન આર ધાધલ સહિત અધિકારીઓ-પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

સુરતમાં અપહરણ કેસમાં તપાસ માટે ગયેલી પોલીસને જોઈ ઉદ્યોગપતિ મહેશ સવાણી પલાયન.

ProudOfGujarat

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ.

ProudOfGujarat

રાજપીપળા : લોકડાઉનનાં કારણે ગામડાનાં લોકોની મુશ્કેલીઓમાં વધારો જોવા મળ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!