ભરૂચ જિલ્લાના પાલેજ નગરમાં ઇદે મિલાદ પર્વ નિમિત્તે તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ઇદે મિલાદના પર્વ નિમિત્તે મુસ્લિમ નવયુવાનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
આગામી નવમી ઓક્ટોબર રવિવારના રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મહમમદ સાહેબનો જન્મદિવસ છે. જેને મુસ્લિમ સમાજ ઇદે મિલાદના પર્વ તરીકે ઉજવણી કરે છે. પાલેજ નગરમાં ઇદે મિલાદના પર્વની ઉજવણીની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. નગરના વિવિધ વિસ્તારોમાં શેરી, મહોલ્લાઓ રોશનીથી ઝળહળી ઉઠ્યા છે. નગરની મક્કા મસ્જિદ, મદની હૉલ, નવી નગરી સ્થિત મસ્જિદ, નૂરે મોહમ્મદી મસ્જિદ, ફૈઝાને મદીના મસ્જિદ, જુમા મસ્જિદ રોશનીથી ઝળહળી ઉઠી છે. મુસ્લિમ સમાજના લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Advertisement