Proud of Gujarat
FeaturedGujaratINDIA

નબીપુર ખાતે દીની સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈનિ મા અર્ધ વાર્ષિક કાર્યક્રમ યોજાયો.

Share

ભરૂચ જિલ્લાના નબીપુર ખાતે આવેલ દીની ઇસ્લામી સંસ્થા મદ્રસા એ અલવીયુલ હુસૈનિમા આજરોજ અર્ધ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જેમાં સંસ્થામા અભ્યાસ કરતા તાલીમાર્થીઓ દ્વારા વિવિધ કાર્યક્રમો રજુ કરાયા હતા. જેમાં નાના ભૂલકાઓ સહિત સંસ્થાના તાલીમાર્થીઓએ ભાગ લીધો હતો. આ સંસ્થાના બે તાલીમાર્થીઓ સાહિલ ઇબ્રાહિમ ભાલોડવાળા અને મોઇન ઇસ્માઇલ આતિવાળા હાફિઝ કુરાન થતા તેમને નબીપુર જુમ્મા મસ્જિદના ઇમામ ગુલામ રસુલ કારટવીના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરાયા હતા.

આ કાર્યક્રમ અંતર્ગત સંસ્થાના બાળકો દ્વારા વિવિધ ધાર્મિક પ્રોગ્રામો કરતા તેઓને હાજર મેડનીમાંથી પ્રોત્સાહિત ઇનામો અપાયા હતા. અંતમાં સંસ્થાના પ્રમુખે આભાર પ્રવચનમાં કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો. આ કાર્યક્રમમાં મદ્રસા કમિટીના તમામ સભ્યો અને ગામના ઉત્સાહી વડીલો અને નવયુવાનો પણ હાજર રહયા હતા.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરમાંથી શંકાસ્પદ ભંગારના જથ્થા સાથે એક આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી

ProudOfGujarat

ભરૂચ જીલ્લાનાં વાગરાની દહેજ સેઝ 2 માં યશસ્વી રસાયણની ઘટનામાં સાત લોકો સામે ફરિયાદ.

ProudOfGujarat

ભરૂચ જીલ્લા ભારત સ્કાઉટ ગાઇડ સંઘની સિબીર (રૈલી) નો થયેલ આરંભ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!