Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમએ ગરબામાં સગીરાને બાથમાં લઈ ગળા પર ચપ્પુ મૂકી ઇજાઓ કરતા ચકચાર.

Share

થોડા સમય પહેલા સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને એક યુવતીનું જાહેરમાં ગળું કાંપી નાંખી હત્યા નિપજાવ્યાની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી હતી. તે જ પ્રકારની એક ઘટના બનતા ભરૂચ જિલ્લામાં રહી ગઇ હોય તેમ સામે આવી રહ્યું છે, જ્યાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકે ભર ગરબાની વચ્ચે જ સગીરાને બાથ ભરી ચપ્પુથી હુમલો કર્યાનું સામે આવ્યું છે.

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક ગામે મહાકાળી મંદિર આગળ ચાલતા ગરબામાં ૧૩ વર્ષીય સગીરા તેની બહેનપણી સાથે ગઇ હતી, તે જ દરમિયાન ગામમાં જ રહેતો નિલેશભાઈ વિષ્ણુભાઈ વસાવાએ અચાનક ચાલુ ગરબા દરમિયાન ગરબા નિહાળી રહેલ સગીરા પાસે ધસી જઈ તેને બાથ મારી લીધી હતી, જોકે સગીરાએ આ યુવાનની કરતૂટનો પ્રતિકાર કરી તેને ધક્કો માર્યો હતો.

Advertisement

જે બાદ નિલેશ વસાવાએ પોતાના પાસે રહેલ ચપ્પુ કાઢી સગીરાના ગળાના ભાગે મૂકી દઈ તું મારી સાથે બોલતી કેમ નથી તેમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી હાથમાં રહેલ ચપ્પુ વડે સગીરાના ગળાના ભાગે લિશોટ મારતા નજીકમાં રહેલ અન્ય એક ઇસમે વચ્ચે પડી નિલેશ વસાવાને છોડાવ્યો હતો, ઘટનામાં ભોગ બનેલ સગીરાના પરિવારે યુવાનની કરતૂતો અંગેની જાણ ઉમલ્લા પોલીસમાં કરતા ઉમલ્લા પોલીસે મામલા અંગે સગીરાના પરિવારની ફરિયાદ લઇ ઘટનાને અંજામ આપનાર આરોપી નિલેશ વિષ્ણુ વસાવા નાઓને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચનાં પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ” યાત્રાનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપલા: નાંદોદ તાલુકાના કાકડવા ગામેથી ખાડી કોતરમાં સંતાડેલો ચોરીના ખેર લાકડાનો જથ્થો ઝડપાયો

ProudOfGujarat

ગરીબોનું અન્ન લૂંટનારા :લૂંટારા વલસાડના કુખ્યાત કાળાબજારી જીતુ કચ્છી અને ઇસ્માઇલ રાણા પીબીએમ બાદ જેલમાં ધકેલાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!