Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ પશ્ચિમ વિસ્તારના સોસાયટીઓમાં બુકાની અને ચડ્ડીધારી તસ્કર ગેંગનો આતંક, બિંદાસ લટાર મારતી ટોળકી સીસીટીવીમાં કેદ થઇ.

Share

ભરૂચ શહેરમાં પશ્ચિમ વિસ્તારમાં દહેજ રોડ પર આવેલ કેટલીય સોસાયટી વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી બુકાનીધારી ચડ્ડી ગેંગનો આતંક જોવા મળી રહ્યો છે. રાત્રીના અંધારામાં જે તે સોસાયટી વિસ્તારોમાં લટાર મારી ચોરીની ઘટનાઓને અંજામ આપતી ટોળકી અવારનવાર કેટલાય સોસાયટી વિસ્તારના સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી રહી છે.

દહેજ માર્ગ પર આવેલ સમીમ પાર્ક અને આદિલ બંગલોઝ જેવા વિસ્તારો આ ટોળકી ત્રાટકી હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. સોસાયટીમાં બિન્દાસ અંદાજમાં લટાર મારતી અને હાથમાં લાકડાના સપાટા જેવા મારક વસ્તુઓ લઇ ફરતી ગેંગની કરતૂતો સોસાયટીમાં લાગેલ સીસીટીવીમાં કેદ થતા હાલ સીસીટીવી દ્રશ્યો સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.

મહત્વની બાબત છે કે આ અગાઉ પણ પશ્ચિમ વિસ્તારની કેટલીક સોસાયટીમાં તસ્કરો ત્રાટકી ચુક્યા છે. જેમાં એક સોસાયટીમાં તો ધાબા પરથી તસ્કર ચોરી કરતા કરતા નીચે પડી જતા સ્થાનિકોએ તેને પોલીસ વિભાગના હવાલે પણ કર્યો હતો. જોકે એ ઘટનાના થોડા દિવસો બાદ વધુ એકવાર તસ્કર ગેંગ દહેજ બાયપાસ રોડ વિસ્તારને અડીને આવેલી સોસાયટીઓને ટાર્ગેટ બનાવટી હોય તેમ જાણવા મળી રહ્યું છે.

Advertisement

હાલ સમગ્ર ઘટના અંગેના વાયરલ વીડિયો બાદ મામલે તપાસ કરતા પોલીસ ચોપડે હજુ સુધી આવી કોઈ ઘટનાની નોંધ લેવાઇ નથી. જોકે બીજી તરફ આ પ્રકારે લાકડાના સપાટા અને બુકાની બાંધી ફરતી ગેંગના આતંકથી કેટલીય સોસાયટી વિસ્તારના લોકોની ઊંઘ હરામ કરી મૂકી છે, તેવામાં આ પ્રકારના વધતા બુકાનીધારી ગેંગના આતંક સામે પોલીસ વિભાગ પણ રાત્રી દરમિયાન પેટ્રોલિંગમાં વધારો કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

સુરેન્દ્રનગર નગરપાલિકાએ પાન, માવા, ગુટકા સિગરેટનો જથ્થો ઝડપી પાડયો.

ProudOfGujarat

જમીઅત ઉલેમા એ હિન્દ દ્વારા કોરોના વોરિયર્સ એવા પાલેજ પોલીસનું સન્માન કરવામાં આવ્યું.

ProudOfGujarat

ભરૂચ : રેલ્વે ફ્રેઇટ કોરીડોરમાં ગરીબ ખેડૂતોનાં સંપાદન થયેલ જમીનના કેસો ઝડપથી નિકાલ કરવા જીલ્લા કલેકટર થકી રાજ્ય સરકારને આવેદન અપાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!