Proud of Gujarat
INDIAFeaturedGujarat

कितनी नफ़रत की भावना भारी है रिश्तों में और सोच मैं। મર્હુમ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલે સોશિયલ મિડિયામાં વાત શેર કરી.

Share

રાષ્ટ્રિય કોંગ્રેસના નેતા અને ભરૂચના પનોતા પુત્ર મર્હુમ અહેમદભાઈ પટેલની પુત્રી મુમતાઝ પટેલ પોતાના સામાજીક કાર્યો થકી અવારનવાર ચર્ચામાં આવતી હોય છે. થોડા સમય પહેલા મુમતાઝ પટેલ શુ આગામી ચૂંટણીઓ લડશે કે નહીં તે બાબતોને લઇ ચર્ચાઓ ટોક ઓફ ધી ટાઉન બની હતી, જેનું કારણ હતું સોશિયલ મિડિયામાં એક બાદ એક તેઓના તરફથી આવતા નિવેદનોને લોકોએ રાજકીય રીતે જોવાનું શરૂ કર્યું હતું, પરંતુ તે બાદ તેઓએ કેટલાય મિડિયા હાઉસોના ચૂંટણી લડવા અંગેના સવાલો સામે સ્પષ્ટતાઓ પણ કરી હતી.

હાલ નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે, રાજ્યમાં પણ ઠેરઠેર નવરાતી પર્વને લઇ ગરબા પંડાલોમાં ગરબે ઘૂમતા ખૈલાયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેવામાં હવે સોશિયલ મીડિયા થયેલ મુમતાઝ પટેલની એક પોસ્ટ વધુ એકવાર ચર્ચાનું કેન્દ્ર બની છે. મુમતાઝ પટેલે સોશિયલ મિડિયામાં હિન્દીમાં એક પોસ્ટ મુકતા લખ્યું છે કે…..”२ साल बाद त्योहार मनाने का मौक़ा मिला और देख कर दुख होता है के कितनी नफ़रत की भावना भारी है रिश्तों में और सोच मैं। एक आशा ही रख सकते है की आगे जाते भाईचारा और प्रेम से सारे त्योहार साथ में माना सकें……पर वह अच्छे दिन कब आयेंगे ? સાથે જ તેઓએ #Garba 2022 પણ લખ્યું છે.

મુમતાઝ પટેલે પોતાના લખાણમાં આડકતરી રીતે વર્તમાન સરકાર સામે દેશના માહોલને લઇ સવાલ કર્યો હોય તેમ માનવામાં આવી રહ્યું છે, સાથે જ ગુજરાતમાં ચાલી રહેલ નવરાત્રીના તહેવાર દરમિયાન જે તે ગરબા ગ્રાઉન્ડમાં લીધેલ મુમતાઝ પટેલની મુલાકાતમાં તેઓને કડવો અનુભવ મહેસુસ થયો હોય તેવું પણ તેઓની આ પ્રકારની થયેલ પોસ્ટ બાદ ચર્ચાઓ ચાલી રહી છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

ઇન્ડિયન મેડિકલ એસોસીએશન ભરૂચ શાખા દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ નોંધાવાયો…..

ProudOfGujarat

ભરૂચના CHC/ PHC માં તાત્કાલિક અસરથી ચાંદીપુરા વાયરસની લેબ શરૂ કરવા કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા ની મુખ્યમંત્રી સમક્ષ માંગ

ProudOfGujarat

વિરમગામ ના કમીજલા ઘામે સંત ભાણસાહેબની જગ્યા “ભાણતીર્થ” મા પ્રખર રામાયણી પૂજ્ય મોરારી બાપુ ના હસ્તે સંતશ્રી ભાણસાહેબ ભંડાર અને સદગુરુ સદન નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!