Proud of Gujarat
GujaratFeaturedINDIA

જંબુસર : પી.આઈ ફાઉન્ડેશનના સહયોગથી પી.એચ.સી ટંકારી ખાતે સ્ત્રી રોગ નિદાન કેમ્પ યોજાયો.

Share

સરકાર દ્વારા માતા મુત્ય દર અને બાળ મુત્ય દર ઘટવા સતત પ્રયત્નશીલ રહતી હોય છે ત્યારે આજરોજ જંબુસર તાલુકાના ટંકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપર સગર્ભા માતા અને સ્ત્રી રોગ અંગેનો કેમ્પ GVK EMRI અને પી.આઈ ફાઉન્ડેશનના સહયોગથી યોજાયો. આ કેમ્પમાં વિસ્તારની અનેક સગર્ભા માતા ઉત્સાહપૂર્વક જોડાયેલી હતી.

આ કેમ્પમાં મુખ્ય અતીથી સંજયસિંહ સોલંકી (MLA ટંકારી ગામ) ડો. મનન જોશી-(સ્ત્રી રોગ નિષ્ણાંત) અને ડો. સંજય ડૂબે (phc ટંકારી),અને ટંકારી ગામના સરપંચ રણજીતસિંહ સોલંકી અને ડો.અમરેન્દ્રસિંહ (csr- પી આઇ ફાઉન્ડેશન) અને સચિન સુથાર (પ્રોજેક્ટ કોઓડીનેટર) ના ઉપસ્તિથીમાં યોજાયો. જેમાં લગભગ ૧૨૨ જેટલી સ્ત્રીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. પી.આઈ ફાઉન્ડેશન અને GVK EMRI દ્વારા અંતરિયાળ અને દુર્ગમ વિસ્તારમાં અનેક વાર કેમ્પનું આયોજન કરી માતા મુત્ય દર અને બાળ મુત્ય દર ઘટાડવામાં સફળતા પ્રાપ્ત થાય છે. આ રીતે પી.આઈ ફાઉન્ડેશનના નેતૃત્વમાં GVK EMRI દ્વારા આ કેમ્પને સફળ આયોજન કરવામાં આવ્યું હતું એવો જિલ્લા પ્રોજેકટ કોઓડીનેટર સચિન સુધારે જણાવ્યુ હતું.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લાના પાણીયાદરા નજીક અનઅધિકૃત ગેસ રિફિલિંગ કરતાં બે ને ઝડપી પાડતી દહેજ પોલીસ

ProudOfGujarat

કીમ ગામમાં મહિલા સફાઈ કર્મચારીઓ ફરી ઉતરશે હડતાળ પર ???

ProudOfGujarat

વડોદરાના માંજલપુર વિસ્તારમાં પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!