· વિદ્યાર્થીઓને સ્વરક્ષણની ટેકનીકસ અને ૧૦૮ ટીમ ભરૂચ દ્વારા અક્સ્માત ના સમયે કેવી રીતે મદદ રૂપ થવાય તેની માહિતી આપવામાં આવી.
ભરૂચ એમિટી ઇન્ટરનેશનલ સ્કુલ દ્વારા શાળાના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને સ્વરક્ષણની તાલીમ તથા ૧૦૮ની ઉપયોગીતા અને અકસ્માત સમયે કેવી રીતે મદદ રૂપ થવાય તેની એક તાલીમ શિબિર યોજવામાં આવી હતી.
જેમાં સ્વરક્ષણના ટ્રેઇનર મુંબૈ નિવાસી અનુરાગ દુબે દ્વારા વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને વિવિધ સ્વરક્ષણની ટેકનીકસ શીખવાડવામાં આવી હતી. જયારે વિક્કી સીંગ દ્વારા સાઇબર ક્રાઇમ કઈ રીતે થાય છે અને હેકર્સ દ્વારા ગુપ્ત માહિતી,ફોટાઓનો કેવી રીતે દુરઉપયોગ કરાય છે તે અંગે વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી.
આ પ્રસંગે ભરૂચ ૧૦૮ના ઇ.એમ.ટી પ્રિતિ ચણાવાલા અને તેમની ટીમ દ્વારા અકસ્માતના સમયે કેવી રીતે મદદરૂપ થઈ શકાય તેમજ ૧૦૮માં કયા-કયા લાઇફ સેવિંગ સાધનો ઉપલબ્ધ હોય છે તે વિષે વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓને જાણકારી આપી સમજાવ્યા હતા.
સંસ્કૃતિ ફાઉંડેશન આયોજીત આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી-વિદ્યાર્થીની તેમજ શિક્ષક ગણ સહિત સંસ્કૃતિ ફાઉંડેશનના ફાઉન્ડર પ્રકાશચંદ્ર પટેલ હાજર રહ્યા હતા.