Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચના પાંચબત્તી સર્કલ વિસ્તારમાં કાર ભડકે બળી, સદનસીબે કોઇ જાનહાની નહિ.

Share

ભરૂચ શહેરના હાર્દસમા પાંચબત્તી વિસ્તારમાં આજે એક કાર અચાનક સળગી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોનેરી મહેલથી પાંચબતી તરફ આવતી કારમાં અચાનક ધુમાડા ફાટી નીકળતા કારના ચાલક સમય સુચકતા એ બહાર નીકળી ગયો હતો, જે બાદ જોત જોતામાં કારમાં આગની જ્વાળાઓ ભભૂકી ઉઠતા ભરચક એવા પાંચબત્તી વિસ્તારમાં એક સમયે દોડધામ મચી હતી.

કારમાં લાગેલ અચાનક આગના પગલે આસપાસ ઉપસ્થિત ટીઆરબી સહિત પોલીસના જવાનો એ પ્રથમ પાણીનો મારો ચલાવ્યો હતો જે બાદ ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના લાશકરોએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ આગ પર પાણીનો મારો ચલાવી તેને ગણતરીના સમયમાં કાબુમાં લીધી હતી.

માનવામાં આવી રહ્યું છે કે શોર્ટ સર્કિટના કારણે અચાનક કારમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા જે બાદ ચાલકે સમય સુચકતા વાપરીને કારને સર્કલ પાસે જ ઉભી કરી દઇ તેઓ બહાર નીકળી ગયા હતા. હાર્દ સમાં વિસ્તારમાં બનેલ ઘટનાના પગલે એક સમયે પાંચબતી સર્કલના આસપાસના વિસ્તારમાં ભારે ટ્રાફિક જામના પણ દ્રશ્યો સર્જાયા હતા, જોકે પોલીસે ભારે જહેમત બાદ ટ્રાફિકની સ્થિતિને રાબેતા મુજબની કરી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ : ગંદકીનું સ્વીમીંગ પુલ : લક્ષ્મીનગર વિસ્તારમાં પહેલા જ વરસાદ બાદ ગંદકીનું સામ્રાજ્ય સર્જાયું : રહીશો દ્વારા તંત્ર પર અનેક આક્ષેપો લગાવાયા.

ProudOfGujarat

વિરમગામ શહેરમાં ભરવાડી દરવાજા પાસે ગઇકાલે થયેલા હુમલા ને વખોડી,આવતીકાલે વિસ્તાર બંઘ ના એલાન બાબતે વેપારીઓ એસોસિએશન,વિરમગામ ઠાકોર સમાજ અને દલિત સમાજ દ્વારા નાયબ કલેક્ટર ને આવેદન પત્ર પાઠવ્યું.

ProudOfGujarat

સજોદ ગામે વકક બોર્ડ્ની જમીન બારોબાર વેચાણ કરવાનાં મામલે બોર્ડ્નો આદેશ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!