મુન્શી (મનુબરવાલા) મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત મુન્શી મહિલા બી.એડ. કોલેજ અને અલીફ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની વિદ્યાર્થિનીઓ માટે ખાસ વુમેન્સ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોગ્રામના મુખ્ય મહેમાન તરીકે ડો. પ્રગતિબેન બારોટ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું શાબ્દિક અને પુષ્પગુચ્છથી સ્વાગત મન્સૂરી સાહેબે કર્યું હતું.
ડો.પ્રગતિબેને પોતાના વક્તવ્યમાં સ્ત્રી રોગો અને તેમની સમસ્યાઓ, માસિક ચક્ર, શરીરમાં હોર્મોન્સની અસર વગેરે જેવી બાબતોથી વિદ્યાર્થિનીઓને માહિતગાર કર્યા હતા તથા સ્ત્રીને લગતી શારીરિક સમસ્યાઓ અને તેનું નિવારણ કઈ રીતે કરી શકાય તેની સચોટ સમાજ આપી હતી. ત્યારબાદ વિદ્યાર્થિનીઓ સાથે પ્રશ્નોત્તરી કરી તેમણે સંતોષકારક જવાબો આપી પ્રોગ્રામને સફળ બનાવ્યો હતો. પ્રોગ્રામના અંતમાં બી.એડ.ની તાલીમાર્થી કાજી અસ્મા ડો. પ્રગતિ મેડમનો આભાર વ્યક્ત કર્યો હતો.
ભરૂચ : મુન્શી મહિલા બી.એડ. કોલેજમાં વુમેન્સ હેલ્થ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો.
Advertisement