Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લામાં પશુ દવાખાના દ્વારા વર્લ્ડ રેબિઝ ડે ની ઉજવણી કરાઇ.

Share

૨૮ મી સ્પ્ટેમ્બરનો દિવસ વિશ્વમાં રેબિઝ ડે તરીકે ઉજવણી થાય છે. આ નિમિત્તે ભરૂચ જિલ્લાની ( GVK EMRI ) ફરતું પશુ દવાખાનું (MVD) ના વેટરનરી ડો. અને તેમની તેમની ટિમ વતી ૧૦ ગામ પૈકી ૧ ગામમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ ૫ થી ૧૦ માં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીને તેમની શાળામાં જઈને વેટેરનરી ડો. અને તેમની ટિમ દ્વારા રેબિઝ (હડકવા) કેવી રીતે થાય છે, તેનો શું ઈલાજ હોઈ શકે, તેના લક્ષણો વગેરે વિશે જરૂરી સંપૂર્ણ માહીતી આપીને માહિતગાર કર્યા હતા.

તો ચાલો આપણે રેબિઝ વિશે થોડું જાણીએ. આ રોગ સૌથી જૂના-પુરાણા રોગોમાંનો એક છે. અથર્વવેદમા પણ આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. (ઇસ. પુર્વે ૫૦૦ થી ૧૫૦૦ ના ગાળા માં) આ રોગનો સૌ પ્રથમ ઉલ્લેખ ઈસવીસન પૂર્વે ૧૯૩૦ માં લખાયેલા મેસોપોટેમિયન પુસ્તક ‘એષ્નુન્નાના કાયદા (Laws of Eshnunna)’માં જોવા મળે છે. આ રોગ મોટે ભાગે ગરમ લોહી ધરાવતા એવા ભૂચર અને ખેચર સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે, દા.ત. કુતરા, વરૂ, શિયાળ, બિલાડી, જંગલી બિલાડા, સિંહ, ગાય, ભેંસ, વાંદરા, માંકડા, ચામાચિડીયા, મનુષ્ય, વગેરે.

હડકવાથી વિશ્વભરમાં દર વર્ષે ૫૫૦૦૦ લોકો મૃત્યુ પામે છે. જેમાના ૯૫% જેટલા મૃત્યુ ફક્ત એશિયા અને આફ્રિકામાં જ થાય છે. કુલ મૃતાંકના ૯૭% તો ફક્ત હડકાયા કુતરા કરડવાને પરિણામે જ હોય છે. હડકવાનો વાઈરસ (વિષાણુ) સામાન્ય રીતે હડકાયા પશુની લાળ અને જ્ઞાનતંતુમાં જોવા મળે છે. મોટેભાગે આ વિષાણુનો માનવ શરીરમાં પ્રવેશ તે પશુના કરડવાથી થાય છે. હડકાયું પશુ આક્રમક સ્વભાવ ના ધરાવતુ હોય તો પણ અને રંજાડ્યું ના હોવા છતાં કરડી જાય છે. વિષાણુની પ્રકૃત્તિનું આ એક અજોડ ઉદાહરણ છે કે કઈ રીતે વિષાણુ પોતાના યજમાનની વૈચારિક શક્તિ પર કબજો કરી લે છે અને ત્યારબાદ પોતાના ફેલાવા માટે બીજા યજમાન શરીરમાં પ્રવેશવાની સગવડ કરી લે છે. વિષાણુ નિર્જીવ હોય છે, પરંતુ તેમના વંશવેલાના વિસ્તાર કરવાની વૃત્તિ જોતા તેમને ‘સજીવ અને નિર્જીવ’ને જોડતી કડી તરીકે પણ ઓળખાવાય છે.

Advertisement

હડકવાના વિષાણુ મનુષ્યના શરીરમા પહોચ્યા પછી ચેતાતંત્રમાં દાખલ થાય છે. અને ત્યારબાદ તે મગજ સુધી પહોચે છે. વાઈરસ માનવ મગજની અંદરના ભાગમાં પહોચ્યા પછી દર્દી હડકાયો બને છે. ત્યારબાદ ગમે તેટલી સારવાર કે સાર-સંભાળ છતાં પણ બે થી દસ દિવસમાં તેનું મોત નિશ્વીત બને છે. હડકાયા બનેલા ૯૯% દર્દી મૃત્યુ પામે છે. પરંતુ હડકવા થયા પહેલા એટલે કે હડકાયું જાનવર કરડ્યા પછી યોગ્ય સમયમાં અથવા પહેલેથી હડકવાની રસી લીધી હોય તો હડકવાના વિષાણુ મગજ સુધી પહોંચી શક્તા નથી અને પીડિત ઉગરી જાય છે. હડકવાની રસીની શોધ ઈ.સ. ૧૮૮૫ માં વિજ્ઞાની લૂઈ પાશ્ચરે કરેલી છે. જયારે મનુષ્યમા રેબિઝ થાય ત્યારે તેના પ્રાથમિક લક્ષણો માથુ દુઃખવું, તાવ આવવો, નબળાઈ આવવી, ખોટી ચિંતા, મૂંઝવણ, હતાશા, વિચિત્ર વર્તન, અતાર્કિક વિચારો, આક્રમકતા વગેરે છે, જ્યારે હડકવા ઉપડ્યા પછીના લક્ષણો નીચે પ્રમાણે છે. હડકવાથી ઘભરાવાની જરૂર નથી પરંતુ તકેદારી અને યોગ્ય સમયે સારવારથી રોગ ઉપર કાબૂ મેળવી શકાય છે.

(1) બીજા માણસોને કે જાનવરને કરડવા દોડવું
(2) બચકા ભરવા, વિચિત્ર વિચારો આવવા, વિચિત્ર વર્તન
(3) હિંસક વર્તન, ખૂબ જ ગુસ્સો પ્રદર્શિત કરવો
(4) પાણીથી ભય લાગવો, દૂર ભાગવું
(5) ઘણા અંગોમાં લકવાની અસર થવી
(6) મોઢામાં લકવાને કારણે ખોરાક, પ્રવાહી ગળવાની અક્ષમતા
(7) વધુ પ્રમાણમાં લાળ અને આંસુ પડવા
(8) વધુ પ્રકાશ, અવાજ કે સ્પર્શ પ્રત્યે અત્યંત સંવેદનશીલ બની જવું


Share

Related posts

ભરુચ નગર પાલિકાની બેદરકારી અને ખાડે ગયેલ વહીવટ સામે નિવૃત કર્મચારીના આમરણ ઉપવાસ.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાની રાજીવ આવાસ યોજના સદંતર નિષ્ફળ તમામ આવાસોમાં ટપકી રહ્યું છે મળમૂત્ર…

ProudOfGujarat

સુરતમાં ઉડીશાથી આવતી કેટલીક ટ્રેનોમાં ગાંજો સુરત સુધી મોકલવામાં આવે છે જેમાં સુરતનાં માલ્યાવાડ રેલ્વે ફાટક નજીક થેલા અને સૂટકેસમાં ગાંજાનો જથ્થો ફેંકી દેતા આર.પી.એફ પોલીસે કબ્જે કર્યો હતો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!