Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં કાર પલ્ટી જવાની બે ઘટનાઓમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત.

Share

ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી કાર પલ્ટી જવાની ઘટનાઓ સામે આવી રહી છે, ચાલક દ્વારા કાબુ ગુમાવતા સર્જાઇ રહેલા અકસ્માતોની ઘટનાઓમાં છેલ્લા એક સપ્તાહથી જિલ્લાના વિવિધ સ્થળેથી સામે આવી રહી છે, જેમાં છેલ્લા ૧૨ કલાકમાં વધુને જેટલી ઘટનાઓ સામે આવી છે.

ભરૂચ જિલ્લાના જંબુસર ખાતેના સ્વામિનારાયણ મંદિર નજીક આવેલ એક ખાડામાં ઇકો કાર ચાલકે કાબુ ગુમાવતા કાર ખાડામાં ખાબકી હતી,જે બાદ ઘટનાઓમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ત્યારે અન્ય એક ઘટના ભરૂચના કોલેજ માર્ગ ઉપર બનવા પામી હતી, જ્યાં એક કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રસ્તા વચ્ચે જ પલ્ટી મારી હોય તે પ્રકારની ઘટના સામે આવી હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સમગ્ર ઘટનામાં કોઈ પ્રકારની જાનહાની થઇ છે કે કેમ તે અંગે સ્પષ્ટતા થઇ ન હતી, આમ ભરૂચ જિલ્લામાં જંબુસર અને ભરૂચ શહેર વિસ્તારમાં અકસ્માતની બે જેટલી ઘટનાઓ પ્રકાશમાં આવતી દેખાઇ હતી. જે બાદ મામલે પોલીસ વિભાગે પણ નોંધ લઇ વધુ તપાસ શરૂ કરી હોવાની તજવીજ હાથધરી હતી.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744

Advertisement

Share

Related posts

વાલિયા ગ્રામપંચાયતના સરપંચ તો દેશાડ ગામના વોર્ડ સભ્યની ચુંટણી તારીખ ૨૨ એપ્રિલના રોજ યોજાશે

ProudOfGujarat

સુરત મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુકત ઉપક્રમે વિશ્વ પર્યાવરણની ભવ્ય ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચમાં આજરોજ વધુ 15 કોરોના પોઝીટિવ કેસ નોંધાતા કુલ સંખ્યા 2104 થઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!