ચાલુ વર્ષના અંત સુધીમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ શકે છે, જેની સત્તાવાર જાહેરાત ચૂંટણી પંચ તરફ થી હજુ કરવાની બાકી છે. જોકે રાજ્યમાં રાજકીય માહોલ અત્યારથી જ ચરમસીમાએ પહોંચ્યો છે. સંભવિત દાવેદારો પોતે જનતા વચ્ચે ઉમેદવાર બની જવા માટે તલપાપડ બની રહ્યા છે, તેવામાં ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
ભરૂચ, જંબુસર, વાગરા, ઝઘડિયા સહિત અંકલેશ્વર વિધાનસભા બેઠકો ઉપર જ્યાં એક તરફ ચૂંટણી લડવા કોંગ્રેસ માં ૧૦૦ થી વધુ દાવેદારોએ નિરીક્ષકો સામે ઝંપલાવ્યું છે તો બીજી તરફ ભાજપમાં કોને મળશે અને કોણ રીપીટ થશે અથવા મહિલા ઉમેદવારને આ વખતે પાર્ટી મોકો આપશે તેવી ચર્ચાઓથી કાર્યકરોમાં જામી છે, તો આપ સહિતના રાજકીય પક્ષોમાં પણ દાવેદારો અત્યારથી જ ચૂંટણી લડવાની રણીનીતિમાં લાગી ગયા છે.
આમ ભરૂચ જિલ્લામાં વિધાનસભા ચૂંટણીઓ પહેલા કાર્યકરો અને આગેવાનો વચ્ચે રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, જે તે વિધાનસભા બેઠકો ઉપર ચૂંટણીના જંગમાં ઝંપલાવવા માટે કેટલાય દાવેદારો પ્રદેશ નેતાગીરીના સતત સંપર્કમાં આવી રહ્યા છે અને પોતાની ટીકીટ ફાઇનલ છે કે કપાશે તેવી માહિતી સતત મળવી રહ્યા છે, તેવામાં હાલ દાવેદારોના દાવપેચ અને ગતિવિધિઓ રાજકીય માહોલ વચ્ચે વધી રહી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744