ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર ૮ માં આવલ મોટા ડભોયાંવાડ કોળીવાડ, સત્કાર, કાલુપીર તકિયા, મારુતિ નગર, ન્યૂ આનંદ નગર વગેરે વિસ્તારના લોકોનો મુખ્ય રસ્તો છેલ્લા ઘણા સમયથી લોકો માટે સમસ્યાઓ રૂપી બન્યો છે, વિસ્તારમાં ઉભરાતી ગટરોને કારણે ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે.
ગળનાળામાં ગંદા જળના કારણે સ્થાનિક રહીશો તેમજ શાળાએ જતા બાળકોને પણ સાંકડી પાળીનો ઉપયોગ કરીને જવું પડી રહ્યું છે, છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા હોય વિસ્તારના રહીશોએ ભરૂચ નગરપાલિકાના સેનેટરી વિભાગમાં અનેકવાર રજુઆત કરી છે છતાં કોઈ પણ જાતનું પરિણામ વિસ્તારના લોકોને ન મળી રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા.
ગટરના ઉભરાતા ગંદા પાણી રોડ પર જ વહેતુ હોય જેને લઈ આસપાસ વેપાર ધંધો કરતા વેપારીઓના વ્યવસાય પર પણ તેની અસર પડી રહી છે, સાથે જ નજીકમાં જ આવેલા ધાર્મિક સ્થાને પણ લોકોને જવા આવવા માટે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ આ જ વિસ્તારમાં આવેલ શાળાઓમાં જતા આવતા બાળકો માટે પણ આ સમસ્યા માથાનો દુઃખાવા સમાન બની છે. તેવામાં આ પ્રકારની રોજિંદી સમસ્યામાંથી પાલિકાનું તંત્ર ક્યારે વિસ્તારના રહીશોને મુક્તિ અપાવશે તેવી ચાતક નજરે લોકો આશ લગાવી બેઠા છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744