ભરૂચ જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિ અટકાવવા અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ વડા ડો,લીના પાટીલ દ્વારા સતત સ્ટાફમાં કર્મીઓને સૂચન કરી અસામાજીક પ્રવૃતિઓ ઉપર વોચ રાખવા માટેના સુચન કરવામાં આવ્યા છે, જે બાદ જિલ્લામાં વિવિધ સ્થળે નશાકારક પ્રવૃતિઓ ચલાવતા તત્વો સામે પોલીસ સતર્ક બની છે.
ભરૂચ ક્રાઇમ બ્રાંચના કર્મીઓ પેટ્રોલીંગમાં હતા દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલ શિલ્પી સ્કવેર ખાતે આવેલ “સ્મોક ટેલ લોન્ઝ & રેસ્ટોરન્ટ” માં હુક્કાબાર ચાલે છે જેઓ રેસ્ટોરન્ટમાં ગેરકાયદેસર રીતે હર્બલ ફ્લેવરની અંદર નિકોટીન યુક્ત ફ્લેવર એડ કરી હુક્કાબારનો ધંધો કરે છે, જે બાદ ક્રાઇમ બ્રાન્ચના કર્મીઓએ સ્થળ પર જઇ સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું.
ક્રાઇમ બ્રાંચ દ્વારા કરવામાં આવેલ ચેકીંગમાં હુક્કો પીવામાં ઉપયોગમાં લેવાતી હર્બલની ટોબેકો ફ્રી અલગ અલગ ફ્લેવર શંકાસ્પદ જણાતા હુક્કો નંગ ૧ તથા અલગ અલગ ફ્લેવરના ૧૦ નમૂના કબ્જે કરવામાં આવ્યા હતા. આમ કુલ ૧ હજાર નો મુદ્દામાલ કબ્જે કરી ક્રાઇમ બ્રાંચે મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારૂન પટેલ : ભરૂચ