ગુજરાત વિધાનસભાની ચૂંટણી ચાલુ વર્ષના અંત સુધીમાં યોજાવવા જઈ રહી છે, તેવામાં દરેક રાજકીય પક્ષો પોતાના પક્ષને મજબૂત કરવા સાથે જે તે વિધાનસભા મત વિસ્તારમાં પોતાના પક્ષનું નેતૃત્વ અને ચૂંટણીઓમાં સારું પ્રદશન રહે તે માટેના પ્રયાસોમાં સતત જોવા મળી રહ્યા છે.
તેવામાં આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ પહેલા ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિમાં સંજીવની ફૂંકાય હોય તેમ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠક પર ચૂંટણી લડવા માટે ૧૦૦ થી વધુ દાવેદારોએ કોંગ્રેસના નિરીક્ષક સમક્ષ ઝંપલાવ્યું છે, જે બાદ ખુદ કોંગ્રેસથી લઇ વિરોધી પક્ષો સુધી મામલો ચર્ચાસ્પદ બન્યો છે.
આજરોજ ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ સર્કિટ હાઉસ ખાતે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દક્ષિણ ઝોનના નિરીક્ષક કે સંદીપજી આવી પહોંચ્યા હતા જેઓએ વિધાનસભા ચૂંટણી લડનારા ઉમેદવારો સાથે ફેસ ટુ ફેસ ચર્ચા કરી હતી અને આગામી ચૂંટણી કંઈ રીતે લડીને જીતી શકાય તે અંગે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744