ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી બાળક તસ્કરીની ઘટનાઓ બની રહી છે તેવી ચર્ચાઓએ લોકો વચ્ચે જોર પકડ્યું છે, ખાસ કરી ગ્રામ્ય વિસ્તારો આ પ્રકારની ચર્ચાઓ લોકો વચ્ચે ટોક ઓફ ધી ટાઉન બની છે, તેવામાં કેટલાય ગ્રામ્ય વિસ્તારના લોકો પોતાના બાળકોને લઇ સતર્કતા દાખવતા થયા છે, સાથે જ ગામમાં આવતા અજાણ્યા વ્યક્તિઓ ઉપર પણ વિશેષ નજર રાખી રહ્યા હોવાનું સામે આવ્યું છે.
બાળક તસ્કરી કરતી ગેંગ સક્રિય થઇ છે, કેટલાય બાળકોને ઉઠાવી ગઇ છે. ગામમાં અથવા શાળા એ જતા પોતાના બાળકોનું ધ્યાન રાખજો, બાળકોને એકલા ન મોકલતા કશે પણ, તેવી અનેક બાબતો આજકાલ ભરૂચ જિલ્લાના કેટલાય ગામોમાં લોકો વચ્ચે ચર્ચાઈ રહી છે, જે બાદ કેટલાય ગામમાં તો ગામના આગેવાનો દ્વારા સૂચન બોર્ડ લગાવી લોકોને સતર્કતા દાખવવા સુધીની અપીલ કરવામાં આવી રહી છે.
ખાસ કરી સોશિયલ મિડિયાના માધ્યમ થકી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરી આ વાત લોકો વચ્ચે ખૂબ પ્રસરી છે, સાથે જ કેટલાક બાળકો ગુમ છે તેવા બાળકોની તસ્વીરો પણ આ બાળક તસ્કરી ગેંગ સાથે જોડીને લોકો ખૂબ વાયરલ કરી રહ્યા છે જે બાદ હાલ સમગ્ર મામલો ગામે ગામે ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે, તેવામાં શુ આ સમગ્ર બાબત સાચી છે કે ખોટી તે અંગે પોલીસ વિભાગ તરફથી પણ કોઈ સ્પષ્ટતા કરવામાં આવે તે અત્યંત જરૂરી જણાઈ આવે છે, હાલ તો જે તે ગામમાં આ પ્રકારની વાતને લઈ લોકો સતર્કતા દાખવી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744