આગામી ગણતરીના દિવસોમાં માં શક્તિની આરાધ્યનો પર્વ એટલે કે નવરાત્રી પર્વને મનાવવા માટે ઠેરઠેર ગરબા ખૈલાયાઓમાં ઉત્સાહનો માહોલ છવાયો છે, તેવામાં ભરૂચ જિલ્લામાં પણ નવરાત્રી પર્વની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવા માટે જિલ્લાની જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
ભરૂચ, અંકલેશ્વર સહિત જિલ્લામાં વિવિધ સ્થળે ગરબા પંડાલ ઉભા કરી નવરાત્રી પર્વ મનાવવા માટેની કામગીરીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભરૂચ શહેરમાં પણ ઠેરઠેર પાર્ટી પ્લોટથી લઇ અનેક સોસાયટી વિસ્તારોમાં ગરબા આયોજકો દ્વારા તૈયાયરીઓ આરંભી દેવાઈ છે, તેમજ શેરી ગરબા આયોજકો દ્વારા પણ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે.
ભરૂચ પોલીસ વિભાગ દ્વારા પણ પોલીસ હેડ કવોટર્સ ખાતે વિશેષ નવરાત્રી પર્વનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ કરી તહેવારોના સમયમાં પણ પોતાની નિસ્થાવાન ફરજ નિભાવતા પોલીસ પરીવારમાં સભ્યો માટે ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ નવરાત્રી મહોત્સવમાં પોલીસ પરિવાર સહિત સામાન્ય જનતાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે, પોલીસ વિભાગ દ્વારા આયોજિત આ નવરાત્રી મહોત્સવમાં 3 થી 4 હજાર વ્યક્તિ એક સાથે ગરબે ઘૂમી શકે તેવું સુંદર આયોજન પોલીસ વિભાગ તરફથી કરવામાં આવ્યું છે.
હારુન પટેલ : ભરૂચ
મો : 99252 22744