Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : નવરાત્રી પર્વમાં વિધર્મીઓની પ્રવેશ બંધી અને ગરબા આયોજનમાં બહેનો પાસેથી ફી વસુલાતને લઈ વિશ્વ હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા આવેદનપત્ર પાઠવાયું.

Share

માં શક્તિની આરાધનાનો પર્વ નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ભરૂચ જિલ્લામાં પણ વિવિધ સ્થળે નવરાત્રી પર્વને લઇ ગરબા પંડાલોની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખૈલાયાઓ ગરબે ઘૂમવા માટે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, તેવામાં આજરોજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા અપાયેલ આવેદનપત્રમાં માંગ કરવામાં આવી હતી કે આવનારા નવરાત્રીના તહેવાર દરમિયાન વિધર્મી યુવાનોને ગરબા પંડાલમાં પ્રવેશ ન આપવામાં આવે સાથે સાથે જે તે ગરબા પંડાલના આયોજકો દ્વારા ગરબા રમવા આવતી બહેનો પાસેથી તગડી ફી વસૂલાત કરવામાં આવી રહી છે તેવી બહેનો પાસેથી ફી વસુલાત કરવામાં ન આવે અને જો આ પ્રકારની ફી વસુલાત કરવામાં આવશે તો આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિસદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા જે તે ગરબા પંડાલ ખાતે પહોંચી જઈ એક્શનમાં કામગીરી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારવામા આવી હતી.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

ભરૂચ : મો.સા. ચોરીનાં બે જુદા – જુદા ગુન્હામાં ચોરીમાં ગયેલ બે મો.સા. સાથે બે ઈસમોને ઝડપી પાડતી દહેજ પોલીસ.

ProudOfGujarat

અંકલેશ્વર:ગાડી ચાલકે કાબુ ગુમાવી દેતા મચી અફરાતફરી, અનેક બાઈક સવારોને લીધા અડફેટમાં,જાણો વધુ…???

ProudOfGujarat

ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચે દાહોદની ઘરફોડ ચોરી કરતી ટોળકીને ઝડપી પાડી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!