Proud of Gujarat
FeaturedGujaratINDIA

ચોંકાવનારા આંકડા : ભરૂચ રેલવેની હદમાં અકસ્માતોની ઘટનાઓમાં ચાલુ વર્ષે જ ૫૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા.

Share

ગુજરાતમાં રેલવેમાં અકસ્માતે જીવ ગુમાવવા સહિત આપઘાત અને ચાલુ ટ્રેને પડી જવાની ઘટનાઓમાં વધારો થતો નોંધાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. રેલવે પોલીસ મથકે આ પ્રકારની ઘટનાઓ અંગે નોંધાતા આંકડાઓમાં કોરોના કાળના લોકડાઉન બાદથી ઉછાળો આવ્યો હોય તેવું સામે આવી રહ્યું છે.

માત્ર ભરૂચ જિલ્લાની હદ વિસ્તારની વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લાના પાલેજ રેલવે સ્ટેશનથી લઇ પાનોલી રેલવે સ્ટેશનની હદ વિસ્તારમાં જ ટ્રેનમાંથી પડી જવા અથવા ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરવું, ટ્રેનની અડફેટે આવી મોત નિપજવું સહિતની ઘટનામાં ચાલુ વર્ષે જાન્યુઆરી ૨૦૨૨થી લઇ ૨૩ સપ્ટેબર ૨૦૨૨ સુધીના સમયગાળામાં જ ૬૫ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું પોલીસ ચોપડે નોંધ થવા પામી છે, જેમાં કેટલાય બનાવોમાં મૃતકના વાલી વારસ મળ્યા છે તો કેટલાય બિન વારસી લોકો હોવાનું સામે આવ્યું છે.

Advertisement

ભરૂચ જિલ્લામાં રેલવેની હદમાં ચાલુ વર્ષે થયેલ ટ્રેન અકસ્માતની ઘટનાઓમાં મૃતકોની વધતી જતી સંખ્યા ખૂબ જ ગંભીર ગણી શકાય તેમ છે. રેલવે વિભાગમાં થઈ રહેલા આ પ્રકારના અકસ્માતમાં રોજના કેટલાય લોકો જીવ ગુમાવી રહ્યા છે ત્યારે રેલવેમાં મુસાફરી દરમિયાન કાળજી રાખવી ખૂબ જ જરૂરી જણાઈ રહ્યું છે.

કેવા બનાવોમાં લોકો જીવ ગુમાવી રહ્યા છે ?

રેલવે પોલીસમાં નોંધાયેલ મૃતકોમાં કોઈકનું ચાલુ ટ્રેને પડી જતા મોત નીપજ્યું છે તો કોઈ કે ટ્રેન સામે પડતું મૂકી જીવ ગુમાવ્યો છે તો કેટલાક બનાવોમાં ટ્રેન ક્રોસિંગ દરમિયાન અકસ્માતે મોત થયા છે તો કેટલીક ઘટનાઓમાં ચાલુ ટ્રેને ચઢતી વેળા અકસ્માતર મોત નિપજ્યા છે, તેમજ સ્ટેશનોમાં વસવાટ કરતા ભિક્ષુક લોકો પણ કુદરતી રીતે મોતને ભેટે છે તેવા તમામ બાબતોમાં અત્યાર સુધી ૬૫ લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો : 99252 22744


Share

Related posts

કીમ ગામમાં મહિલા સફાઈ કર્મચારીઓ ફરી ઉતરશે હડતાળ પર ???

ProudOfGujarat

આજથી હર હર મહાદેવના નાદ સાથે શ્રાવણ માસની શરૂઆત, ગુજરાતના મંદિરોમાં ભક્તોની ભીડ.

ProudOfGujarat

વડોદરા મહાનગરપાલિકાની સામાન્ય સભા મુલતવી દેતા કોંગ્રેસેના કાઉન્સિલરો એ વિરોધ નોંધાવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!