Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા ભરૂચ SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઈ.

Share

તાજેતરમાં જ ગુજરાત સરકાર દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાના પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ASP ઓને બઢતી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા ભરૂચના ASP વિકાસ સુંડા તેમજ ASP વિશાખા ડબરાલ ને પણ SP રેન્કમાં બઢતી આપવામાં આવી છે.

ભરૂચ એસ.પી કચેરી ખાતે ગુજરાત સરકાર દ્વારા ASP વિશાખા ડબરાલ અને વિકાસ સુંડાને SP રેન્કમાં બઢતી આપવામાં આવતા SP કચેરી ખાતે Pipping Ceremony યોજાઇ હતી,જેમાં ભરૂચ SP ડો. લીના પાટીલના હસ્તે SP Rank ના Shoulder Base અર્પણ કરાયા હતા.

આ પ્રસંગે મોટી સંખ્યામાં પોલીસ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બઢતી પામેલ બંને અધિકારીઓને પોલીસ વિભાગના કર્મીઓએ અભિનંદન પણ પાઠવ્યા હતા. પોલીસ વિભાગના પ્રોટોકૉલ આધીન આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા ડો.લીના પાટીલ સહિતના કર્મીઓએ બંને અધિકારીઓને શુભેચ્છાઓ આપી હતી.

Advertisement

Share

Related posts

ભાદરવો ભરપુર : ઝઘડિયા તાલુકામાં ૧૫ કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ.

ProudOfGujarat

તબિયત ખરાબ હોવા છતાં શીઝાન એ નઝર 2 ની શૂટિંગ કરી.

ProudOfGujarat

તમારુ ATM કાર્ડ અજાણ્યા ઇસમને આપતા પહેલા ૧૦૦ વખત વિચારજો! જાણો શુ થયુ આ શખ્શ સાથે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!