Proud of Gujarat
GujaratFeaturedINDIA

તમે વૉટ કોને આપવાના છો..? સર્વે કરવા નીકળેલ મહિલાઓને સરપંચ સહિત ગ્રામજનો ઘેરી વળ્યાં, ભરૂચના ભેંસલી ગામનો વીડિયો વાયરલ.

Share

આગામી સમયમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાવવા જઇ રહી છે, એક તરફ રાજકીય સભાઓને લઈ સમગ્ર રાજ્યમાં ચૂંટણી મય માહોલ જામ્યો છે, તો બીજી તરફ મતદારોના મિજાજને પારખવા માટે કેટલાક એન.જી.ઓ ની મદદથી ગામે-ગામ મતદારો સુધી પહોંચી કેટલાક સવાલો કરી સર્વે કરવાની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી હોય તેવી બાબતો સામે આવી રહી છે.

ભરૂચના ભેંસલી ગામ ખાતેનો એક વાયરલ વીડિયો ચૂંટણી પહેલા લોકો સોશિયલ મીડિયામાં લોકો વચ્ચે ચર્ચાનુ કેન્દ્ર બન્યો છે. આ વીડિયોમાં બે મહિલાઓ મોઢે દુપટ્ટો બાંધલ નજરે પડે છે તો કેટલાક યુવાનો તેઓની આસપાસ ઉભેલા નજરે પડી રહ્યા છે સાથે વીડિયો ઉતારનાર શખ્સ ભેંસલી ગામના સરપંચ હોવાનું જણાવી રહ્યા છે, જેમાં તેઓ જણાવી રહ્યા છે કે આ મહિલાઓ ગામમાં બપોરના સમયે તેઓની જાણ બહાર સર્વે કરવાની કામગીરી કરી રહી છે, સાથે જ લોકોને એપ્લિકેશનના માધ્યમથી ફોર્મ ભરાવીને તેઓ મત કોને..? કઈ પાર્ટીને આપવાના છો ત્યાં સુધી પૂછી રહ્યા હોવાના વીડિયોમાં આક્ષેપ કરવામાં આવ્યા છે.

Advertisement

બપોરના સમયે ગાંધીનગરના કોઈ એન.જી.ઓ સાથે સંકળાયેલ મહિલાઓને ભેંસલી ગામના સરપંચ સહિતના લોકો ઘેરી વર્યા હતા તેમજ ગામના સરપંચની જાણ બહાર થઇ રહેલા આ પ્રકારની સર્વે કામગીરી સામે લોકોએ રોષ વ્યકત કરી હોબાળો મચાવ્યો હતો તેમજ સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસે પણ સ્થળ પર પહોંચી મામલા અંગેની તપાસ હાથધરી છે. જોકે હાલ સમગ્ર મામલા અંગેનો વાયરલ વીડિયો લોકો વચ્ચે ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, મહત્વની બાબત છે કે આ વાયરલ વીડિયો ક્યારનો છે તે જાણી શકાયું નથી પરંતુ ચૂંટણી પહેલા થઇ રહેલા ગ્રાઉન્ડ લેવલના આ પ્રકારના સર્વે લોકોને ચોંકાવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે.

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

યાસ્તિકા ભાટીયાની વન – ડે અને T – ૨૦ મહિલા ટીમમાં પસંદગી.

ProudOfGujarat

સાંસરોદ ખાતે નિ:શુલ્ક જનરલ સર્જિકલ નિદાન શિબિર યોજાઇ…

ProudOfGujarat

રાજપીપળા નગરપાલિકાનાં પૂર્વ ઉપપ્રમુખ યુસુફભાઈ દાઉદભાઇ સોલંકીનાં પુત્ર મંજુરેઇલાહી (ઉર્ફે લાલુ)એ વોર્ડ નંબર ૧ માં અપક્ષ તરીકે ઉમેદવારી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!