ભરૂચ જિલ્લામાં દીવસેને દિવસે અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, તેમાં પણ રાષ્ટ્રીય અને રાજ્ય ધોરી માર્ગો પર અકસ્માતની રોજ મ રોજ ઘટનાઓ બનતી સામે આવી રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ સર્જાયેલ અકસ્માતની ઘટનાઓમાં બે જેટલા વ્યક્તિઓએ જીવ ગુમાવ્યા છે, જેમાં એક ઘટના કોસમડી નજીક તો અન્ય એક ઘટના કેબલ બ્રિજ નજીક બની હોવાનું સામે આવ્યું છે.
ભરૂચ,અંકલેશ્વરને જોડતા કેબલ સ્ટેઇડ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જ્યાં એક રાહદારીને અજાણ્યા વાહનના ચાલકે અડફેટે લઇ તેનું ઘટના સ્થળે જ મોત નિપજાવી સ્થળ પરથી ફરાર થઈ જતા ઉપસ્થિત લોકોમાં ભારે ચકચાર મચી હતી. હાલ મૃતક વ્યક્તિ કોણ છે અને ક્યાંનો છે તે દિશામાં પોલીસે તપાસના ધમધમાટ શરૂ કર્યા છે.
અકસ્માતની ઘટના બાદ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા મૃતક યુવકની લાશનો કબ્જો મેળવી તેની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અજાણ્યા વાહન ચાલક સામે અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744